Press Release
કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે મહિલા આરોગ્ય અને મેનોપોઝ જાગૃતિ શિબિર યોજાઈ
Published on: 03/11/2026ડૉ. પલકબેન ઠક્કરનું પ્રેરણાદાયી માર્ગદર્શન આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના UCD/NULM વિભાગ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય અને વિવિધ શારીરિક સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના આશયથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરમસદ આણંદ મહાનગરપાલિકા અને ઇનરવ્હીલ ડાઉન ટાઉન આણંદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ શિબિરમાં મહિલાઓના સર્વાંગી સ્વાસ્થ્ય સુરક્ષા પર વિશેષ ભાર […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 2.98 લાખથી વધુ નો બાકી વેરો ભરપાઈ ન કરતા આજે વધુ 15 પ્રોપર્ટી કરવામાં આવી સીલ
Published on: 30/10/2026મિલકત ધારકો બાકી વેરો તાત્કાલિક જમા કરાવે તે માટે અનુરોધ આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાની રિકવરી ટીમ દ્વારા બાકી વેરાની વસુલાત અંતર્ગત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આણંદ વિદ્યાનગર રોડ, રાજમાર્ગ રોડ અને 100 ફૂટના રોડ ઉપરની રૂપિયા 2,98,251 નો બાકી વેરો ભરપાઈ ન કરતા કુલ 15 જેટલી દુકાનો તાત્કાલિક અસરથી સીલ […]
આણંદ જિલ્લામાં તા. ૩૦ અને ૩૧ મી ના કાર્યક્રમ સંદર્ભે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ
Published on: 30/10/2026વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૩૦ ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાના ૨૪મા હપ્તાનું થશે વિતરણ આણંદ જિલ્લાના ૨.૬૧ લાખ ખેડૂતોના ખાતામાં ₹૫૨.૪૩ કરોડ જમા થશે આણંદ, ગુરૂવાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આગામી તારીખ ૩૦ અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ભવ્ય ઉજવણી […]
આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે આગામી ૩ અને ૪ નવેમ્બરના રોજ નિઃશુલ્ક સાધન-સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન
Published on: 30/10/2026નાર ગામે યોજાનાર બે દિવસીય કેમ્પમાં દિવ્યાંગોને હાઈટેક કૃત્રિમ અંગો અને મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ માટે પૂર્વનિર્ધારિત તપાસ કરવામાં આવશે દિવ્યાંગોને સ્વનિર્ભર બનાવવા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા એલિમ્કો અને શ્રી નિત્યાનંદ સ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વિશેષ આયોજન આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આધુનિક સહાયક ઉપકરણો પૂરા પાડી તેમને આત્મનિર્ભર […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાથી ૨૪ મો હપ્તો રિલીઝ કરશે : આણંદ જિલ્લાના ૨.૬૧ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. ૫૨.૪૩ કરોડ જમા થશે
Published on: 29/10/2026આણંદ જિલ્લાના અક્ષર ફાર્મ સહિત ૮૦ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન ખેતીવાડીની વિવિધ યોજનાઓના સહાય વિતરણ સાથે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાશે આણંદ,બુધવાર , આણંદ જિલ્લામાં આગામી ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ‘પીએમ કિસાન સન્માન નિધિ’ યોજનાના ૨૪ મા હપ્તાના રિલીઝ પ્રસંગે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી […]
આણંદ જિલ્લામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિન’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરાશે
Published on: 29/10/2026જિલ્લાના તમામ ગામો અને નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં એકતા રેલી યોજાશે સુચારુ આયોજન અંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરંસથી સમીક્ષા કરવામાં આવી આણંદ, મંગળવાર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત રાજ્યના પ્રવાસ દરમિયાન 30મી ઓક્ટોબરના રોજ ‘PM-Kisan ઉત્સવ દિન’ અને 31મી ઓક્ટોબરના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ સંદર્ભે આણંદ જિલ્લામાં પણ […]
છત્તીસગઢના ડેલીગેશનની ગુજરાત મુલાકાત
Published on: 29/10/2026સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમ માટે ગુજરાત પધાર્યા છત્તીસગઢના પર્યટકો ગુજરાત મુલાકાતના બીજા દિવસે આણંદ સ્થિત કરમસદ સરદાર મેમોરીયલ અને અમુલ ડેરી અને ચોકલેટ પ્લાન્ટની લીધી મુલાકાત આણંદ, બુધવાર , ભારત રત્ન, લોખંડી પુરુષ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના કેવડીયામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ […]
આણંદ જિલ્લામાં આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત વર્ષભરમાં ૪૮,૫૪૩ થી વધુ પરિવારોને મળી ₹૯૯ કરોડની મફત સારવાર
Published on: 29/10/2026મધ્યમ અને સામાન્ય પરિવારો માટે આશીર્વાદરૂપ બની PMJAY યોજના આણંદ, બુધવાર, નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્તપણે કાર્યરત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) આણંદ જિલ્લાના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે રક્ષણ કવચ સાબિત થઈ રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન આણંદ જિલ્લામાં આયુષ્માન કાર્ડ અંતર્ગત […]
ખંભોળજ કેથોલિક ચર્ચ ખાતે દિવાળીના મેળાને પગલે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર
Published on: 29/10/2026૦૮ નવેમ્બરે ખંભોળજ-ઓડ માર્ગ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ, વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ જાહેર જનતાની સુવિધા અને કાયદો-વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ આણંદ, બુધવાર, આણંદ તાલુકાના ખંભોળજ ખાતે આવેલ કેથોલિક ચર્ચ ખાતે આગામી તા.૦૮/૧૧/૨૦૨૬ના રોજ દિવાળીના તહેવાર નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા દરમિયાન ઓડ-સારસા રોડ ઉપર ટ્રાફિકની ગંભીર સમસ્યા […]
આણંદ જિલ્લા કલેક્ટર તરીકે શ્રી ઉત્સવ ગૌતમે પદભાર સંભાળ્યો
Published on: 29/10/2026આણંદ, બુધવાર , આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની બદલી થતાં તેમની જગ્યાએ વર્ષ ૨૦૧૮ બેચના આઈએએસ (IAS) અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે આણંદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે પદભાર સંભાળી લીધો છે. કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાના વતની છે. તેમણે તેમની શૈક્ષણિક કારકિર્દીમાં દેશની પ્રતિષ્ઠિત સંસ્થા એવી IIT પટનામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech ની […]