કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે બોરસદ ખાતે રૂપીયા ૨૧૦.૮૯ લાખના ખર્ચે બોક્સ ટાઈપ નાળાના કામનું ખાતમુહુર્ત કરાયું
પામોલ-બોરસદ કાંસ પર નવીન બોક્સ ટાઈપ નાળું નિર્માણ પામવાથી નાગરિકો તથા વાહનચાલકોને મળશે મોટી રાહત
આણંદ, બુધવાર , ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના માનનીય કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં નગરપાલિકા ગ્રાઉન્ડ, બોરસદ ખાતે પામોલ-બોરસદ કાંસ પર બોક્સ ટાઈપ નાળું બનાવવાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
બોરસદ શહેરના ૧૦૦ ફૂટ રોડના જંકશન ઉપર પાણીની ટાંકી પાસે પામોલ-બોરસદ કાંસ ઉપર બોક્સ ટાઈપ નાળું બનાવવાની કામગીરી અંદાજિત રૂપીયા ૨૧૦.૮૯ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ નવીન બોક્સ ટાઈપ નાળું નિર્માણ પામવાથી ચોમાસા દરમિયાન પાણીના નિકાલની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે અને અવરજવર કરતા નાગરિકો તથા વાહનચાલકોને મોટી રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે બોરસદ શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોની સુવિધા તથા માળખાકીય વિકાસને વેગ આપવાના હેતુથી પામોલ-બોરસદ કાંસ પર બોક્સ ટાઈપ નાળું બનાવવાના વિકાસકાર્યનું મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ-અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.