બે ટીપાં પોલિયોના, સુરક્ષિત ભવિષ્ય બાળકોનું

Publish Date : 23/11/2026
બે ટીપાં પોલિયોના, સુરક્ષિત ભવિષ્ય બાળકોનું

કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જંત્રાલ ખાતે, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે શાહપુર ખાતે ભૂલકાઓને પોલિયોની રસીના બે ટીપા પીવડાવ્યા

આણંદ, રવિવાર, આજે આણંદ જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ બોરસદ તાલુકાના જંત્રાલ ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયોના બુથ ખાતે ભૂલકાઓને પોલિયોના બે ટીપાં પીવડાવી રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પોલિયોની રસીના બે ટીપા પીવડાવવાથી સ્વસ્થ બાળપણ અને પોલિયો મુક્ત ભારત તરફ વધુ એક પગલું બની રહેશે. કોઈપણ પાંચ વર્ષ સુધીનું બાળક પોલિયોના ટીપા થી વંચિત ન રહી જાય તે માટે તેમણે અનુરોધ કર્યો હતો.

નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે પેટલાદ તાલુકાના શાહપુર ખાતે નાનાં ભૂલકાંઓને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેમ જણાવ્યું હતું અને બાળકોનું સ્વસ્થ બાળપણ અને સુરક્ષિત ભવિષ્ય એ આપણા સૌની સહિયારી જવાબદારી છે તેમ જણાવી પોલિયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દરેક માતા-પિતાને અપીલ કરી હતી કે ૦ થી ૫ વર્ષનાં તમામ બાળકોને પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવે અને સૌ સાથે મળીને પોલિયો મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ તેમ કહ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જીલુભા સિંધાએ ધુવારણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયોની રસી પીવડાવી શુભારંભ કરાવ્યો હતો. વાસદ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલએ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલએ ખંભાત ખાતે અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી દક્ષાબેન સોલંકીએ સામુહિક આરોગ્ય કેન્દ્ર કઠાણા ખાતે ભૂલકાઓને પોલિયોની રસીના બે ટીપા પીવડાવ્યા હતા. 

આણંદ જિલ્લામાં પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના પદાધિકારી શ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

બે ટીપાં પોલિયોના, સુરક્ષિત ભવિષ્ય બાળકોનું

બે ટીપાં પોલિયોના, સુરક્ષિત ભવિષ્ય બાળકોનું

બે ટીપાં પોલિયોના, સુરક્ષિત ભવિષ્ય બાળકોનું

બે ટીપાં પોલિયોના, સુરક્ષિત ભવિષ્ય બાળકોનું

બે ટીપાં પોલિયોના, સુરક્ષિત ભવિષ્ય બાળકોનું

બે ટીપાં પોલિયોના, સુરક્ષિત ભવિષ્ય બાળકોનું