આણંદ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશનો પ્રારંભ: નવા યુવા મતદારો માટે લોકશાહીમાં જોડાવાની ઉત્તમ તક

Publish Date : 27/11/2026

તા.૦૧/૦૧/૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા યુવા મતદારો નામ નોંધણી કરાવે

તા.૦૧/૦૪/૨૦૨૭, તા.૦૧/૦૭/૨૦૨૭ અને તા.૦૧/૧૦/૨૦૨૭ ના રોજ ૧૮ વર્ષની વયે લાયક થનાર ભાવિ મતદારો પણ Advance માં Form-06 ભરીને નામ નોંધણી કરાવી શકશે

આણંદ, બુધવાર: ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં તા.૦૧/૦૧/૨૦૨૭ ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (Special Summary Revision) નો સુધારેલો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાના નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશેષ ઝુંબેશ અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા યુવા મતદારો ઉપરાંત આગામી લાયકાત તારીખો એટલે કે તા.૦૧/૦૪/૨૦૨૭, તા.૦૧/૦૭/૨૦૨૭ અને તા.૦૧/૧૦/૨૦૨૭ ના રોજ ૧૮ વર્ષની વયે લાયક થનાર ભાવિ મતદારો પાસેથી પણ અગાઉથી (Advance માં) Form-06 મેળવવામાં આવશે, જેથી યુવાનોમાં મતદાન પ્રત્યેનો ઉત્સાહ અને જાગૃતિ વધે.

સુધારણા કાર્યક્રમની અગત્યની તારીખો મુજબ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ તા. ૨૭.૧૧.૨૦૨૬ (શુક્રવાર), હક્ક-દવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. ૨૭.૧૧.૨૦૨૬ (શુક્રવાર) થી તા. ૨૬.૧૨.૨૦૨૬ (શનિવાર), હક્ક-દવા અને વાંધા અરજીઓનો નિકાલ તા. ૧૧.૦૧.૨૦૨૭ (સોમવાર) સુધીમાં અને મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા. ૧૮.૦૧.૨૦૨૭ (સોમવાર) ના રોજ કરવામાં આવશે.

તા.૦૧/૧૦/૨૦૨૬ કે તે પહેલાં લાયક હોવા છતાં જો નામ નોંધાવવાનું બાકી રહી ગયું હોય અથવા તા.૦૧/૦૧/૨૦૨૭ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા યુવા મતદારો તેમજ નામ કમી કરવા (મૃત્યુ/કાયમી સ્થળાંતર) કે સુધારા માટે Form-7 અને Form-8 થી અરજી કરી શકાશે.

નાગરિકો ઘર બેઠા http://voters.eci.gov.in, Voter Helpline App અથવા સંબંધિત BLO (બૂથ લેવલ ઓફિસર) મારફતે સરળતાથી અરજી કરી શકે છે.

દાવા-વાંધાના સમયગાળા દરમિયાન દરેક મતદાન મથકે વિશેષ કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. આણંદ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ મતદારયાદીમાં પોતાનું નામ અવશ્ય ચકાસી લે અને લાયક હોય તો નામની નોંધણી કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, આણંદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.