અખબારી યાદી

Publish Date : 25/11/2026
અખબારી યાદી

આણંદ ખાતે પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૯ મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

દાદા ભગવાનની ૧૧૯ મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી થઈ ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

આણંદ, સોમવાર , આણંદ ખાતે પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૯મી જન્મજયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી દાદા ભગવાનના દર્શન કર્યા હતા અને મન, વચન તથા કર્મથી માનવ કલ્યાણની સેવા કરવા માટેના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

કાર્યક્રમની શરૂઆત પૂજ્યશ્રીના આગમન બાદ ભગવંતો અને દાદાને વંદન તથા ત્રિમંત્રના પઠન અને નમસ્કાર વિધિથી થઈ હતી. પૂજ્યશ્રી દ્વારા જન્મજયંતીનો સંદેશ પાઠવ્યા બાદ ભાવનાની સામાયિક કરવામાં આવી હતી. સ્ટેજની મધ્યમાં બિરાજમાન દાદાશ્રીની મૂર્તિ તેમજ દાદા-નીરુમાના ફોટાનું ભાવપૂર્વક પૂજન કર્યા બાદ આરતી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીશ્રીએ પણ પૂજ્યશ્રી સાથે જોડાઈને આરતીનો લાભ લીધો હતો.

આ પ્રસંગે સૌ વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાદાશ્રી અને પૂજ્યશ્રીને હાર પહેરાવી અભિવાદન કર્યું હતું, જ્યારે પૂજ્યશ્રીના હસ્તે મુખ્યમંત્રીશ્રીને ‘શંકા બુક’ (Shanka Book) ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પૂજ્યશ્રીએ આગામી જન્મજયંતી મહોત્સવ જામનગર ખાતે ઉજવવાની જાહેરાત કરતા જામનગરના મહાત્માઓએ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.

પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૯ મી જન્મજયંતી મહોત્સવ પ્રસંગે મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધા, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, મેયર શ્રી દિપીકાબેન પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પરમાર, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી આર.એન. ડોડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહાત્માઓ અને મુમુક્ષુઓ ઉપસ્થિત રહ્યા હતા.

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી