Press Release
વિદ્યાનગર બી.બી.આઈ.ટી. કોલેજ પાસેનો માર્ગ એક મહિના માટે બંધ: કાટમાળ હટાવવાની કામગીરીને પગલે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર
Published on: 03/07/2026તા.૧૬/૦૭/૨૦૨૬ સુધી વી.વી.સી.સી. બેંક સામેથી બી.બી.આઈ.ટી. કોલેજ ગેટ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવા હુકમ આણંદ, ગુરૂવાર, વલ્લભ વિદ્યાનગર સ્થિત બી.બી.આઈ.ટી. પોલિટેકનિક કોલેજના બિલ્ડીંગનો એક ભાગ ગત તારીખ ૧૪ મે ના રોજ ફોલ્સ સીલીંગની કામગીરી દરમિયાન ધરાશાયી થતાં, સુરક્ષાના કારણોસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ લલિતકુમાર એ. પટેલ દ્વારા કોલેજ પાસેના મુખ્ય માર્ગ […]
આણંદ જિલ્લામાં બાળ મજૂરી સામે કડક કાર્યવાહી: ટાસ્કફોર્સના દરોડામાં 02 બાળ શ્રમિકો મુક્ત, સંચાલક સામે ગુનો દાખલ
Published on: 03/07/2026જૂન માસ દરમિયાન જિલ્લામાં 06 સંયુક્ત રેડ કરવામાં આવી; અન્ય ચાર સંસ્થાઓને નોટિસ ફટકારાઈ આણંદ, ગુરુવાર, આણંદ જિલ્લામાં બાળ મજૂરી નાબૂદીના ઉમદા હેતુ સાથે જિલ્લા ટાસ્કફોર્સ સમિતિ દ્વારા જૂન-૨૦૨૬ દરમિયાન સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આણંદ જિલ્લાના તાલુકાઓમાં ૦૬ જેટલી સંયુક્ત રેડ દરમિયાન ૦૨ બાળ શ્રમિકોને મુક્ત કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી […]
આણંદ જિલ્લામાં જમીન દફતર નિરીક્ષકની 09 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત: લોકોને ઘરઆંગણે સેવા મળશે
Published on: 03/07/2026વહીવટી વિકેન્દ્રીકરણ: આણંદના તમામ તાલુકાઓમાં આઈ.એલ.આર.ની કચેરીઓ નવા સરનામે શરૂ કરાઈ મહેસૂલ વિભાગનો પ્રજાલક્ષી નિર્ણય: આણંદ જિલ્લાના નાગરિકો માટે જમીન દફતરની કામગીરી હવે વધુ સરળ બનશે જિલ્લામાં તમામ તાલુકાઓમાં કચેરીઓનો પ્રારંભ આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લાના નાગરિકોની સુવિધામાં વધારો કરતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અને સેટલમેન્ટ કમિશનર તથા જમીન દફતર નિયામકના આદેશ અનુસાર, જિલ્લામાં જમીન દફતર […]
ખેડૂતોના હિતમાં આણંદ સિંચાઈ વિભાગનો નિર્ણય: વણાકબોરી વિયરથી નિર્ધારિત સમય પહેલા નહેરોમાં પાણી છોડ્યું
Published on: 02/07/2026આણંદ અને ખેડા જિલ્લાના ૨ લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક વિસ્તારને મળશે સિંચાઈનો લાભ વરસાદ ખેંચાતા મહી સિંચાઈ વિભાગની ત્વરિત કાર્યવાહી: ૭ જુલાઈના બદલે ૨૯ જૂનથી જ પાણી છોડવાની પ્રક્રિયા શરૂ સૂકાતા ધરૂવાડિયાને મળશે નવજીવન: ખરીફ સિઝનના પાક માટે સિંચાઈનું પાણી સમયસર ઉપલબ્ધ કરાવાયું આણંદ, બુધવાર, આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવ્યા અનુસાર મહી જમણા […]
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે નોમિનેશન પ્રક્રિયાનો પ્રારંભ; ૩૧ જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
Published on: 02/07/2026વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી બાળકો માટે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ મેળવવાની સુવર્ણ તક સાત વિવિધ શ્રેણીઓમાં અસાધારણ પ્રદર્શન કરનાર બાળકોને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવશે ૫ થી ૧૮ વર્ષની વયના બાળકો સત્તાવાર પોર્ટલ પર જરૂરી પુરાવા સાથે કરી શકશે ઓનલાઈન નોમિનેશન આણંદ, બુધવાર, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૬ […]
આણંદ જિલ્લામાં અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે
Published on: 02/07/2026૧૫ થી ૩૫ વર્ષની વયના અનુસૂચિત જાતિના યુવાનો ૮ જુલાઈ સુધીમાં અરજી કરી શકશે આણંદ, બુધવાર, આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓના કૌશલ્ય વર્ધન અને સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા તાલુકા કક્ષાએ વિશેષ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. […]
તા.૩ જુલાઇ ના રોજ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
Published on: 02/07/2026‘વન ડ્રોપ ઓફ હ્યુમેનિટી’: આણંદના સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે રક્તદાન દ્વારા માનવતાના કાર્યમાં જોડાવા આણંદ જિલ્લા વહીવટી તંત્રનું જાહેર આહવાન આણંદ, બુધવાર, આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માનવતાના ઉમદા હેતુસર આગામી તારીખ ૦૩ જુલાઈ, ૨૦૨૬ ના શુક્રવાર ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. “વન ડ્રોપ ઓફ હ્યુમેનિટી, ગીવ બ્લડ, […]
આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Published on: 02/07/2026આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં આગામી તા.૧૬/૦૭/૨૦૨૬ ના રોજ રથયાત્રાનો તહેવાર ઉજવવામાં આવનાર હોય, તેમજ જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી લલિતકુમાર એ.પટેલ એ તેમને મળેલ સત્તાની રૂઇએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામા અનુસાર સમગ્ર આણંદ જિલ્લામાં તા.૦૩/૦૭/૨૦૨૬ થી તા.૧૭/૦૭/૨૦૨૬ સુધી બંને દિવસો સહિત […]
ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
Published on: 02/07/2026પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો આણંદ,બુધવાર, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં તા. ૧ જુલાઈથી તા. ૭ જુલાઈ સુધી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજ ખાતેથી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ […]
ગુજરાતની જાહેર આરોગ્ય સંસ્થાઓમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ગુંજશે નાદ: ૧ લી જુલાઈ એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે રાજ્યવ્યાપી પ્રારંભ
Published on: 01/07/2026તા. ૧ જુલાઈ ના રોજ પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાશે આણંદ, મંગળવાર ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં આગામી ૧લી જુલાઈ ૨૦૨૬, બુધવારના રોજ ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પેટલાદ ખાતે સફાઈ અભિયાનનું આયોજન […]