Close

તા.૩ જુલાઇ ના રોજ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

Publish Date : 02/07/2026

 ‘વન ડ્રોપ ઓફ હ્યુમેનિટી’: આણંદના સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે

રક્તદાન દ્વારા માનવતાના કાર્યમાં જોડાવા આણંદ જિલ્લા વહીવટી તંત્રનું જાહેર આહવાન

આણંદ, બુધવાર,  આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માનવતાના ઉમદા હેતુસર આગામી તારીખ ૦૩ જુલાઈ, ૨૦૨૬ ના શુક્રવાર ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. “વન ડ્રોપ ઓફ હ્યુમેનિટી, ગીવ બ્લડ, સેવ લાઈવ્સ” ના સૂત્ર સાથે આયોજિત આ કેમ્પ દ્વારા રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓને મદદરૂપ થવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આ રક્તદાન કેમ્પ આણંદના ૮૦ ફૂટ રોડ પર, ડી.ઝેડ. પટેલ હાઈસ્કૂલની સામે આવેલા સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે સવારે ૯:૦૦ કલાકે પ્રારંભ થઈને સાંજના ૫:૦૦ કલાક સુધી આ રક્તદાન પ્રવૃત્તિ સતત ચાલશે.

આણંદ જિલ્લા વહીવટી તંત્રની સાથે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને ઇન્ડિયન રેડકોસ સોસાયટી, આણંદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રક્તદાન એ મહાદાન છે તે ભાવનાને ચરિતાર્થ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદના નાગરિકો, યુવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓને આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

“ચાલો રક્તદાન કરીએ” ના આહ્વાન સાથે આયોજિત આ કાર્યક્રમમાં જોડાવા અને માનવતાના આ કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.