Press Release

Filter by:
No Image

વાસદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) ખાતે પ્રવેશસત્ર-૨૦૨૬ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ

Published on: 22/05/2026

ઇચ્છુક વિદ્યાર્થીઓ તારીખ ૨૩ જૂન સુધીમાં ઓનલાઇન પોર્ટલ પર જઈ પ્રવેશફોર્મ ભરી શકશે આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના વાસદમાં પાયલ સિનેમાની પાછળ આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), વાસદ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ના પ્રવેશસત્ર માટેના ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સંસ્થાના વિવિધ કોર્સોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં ઓનલાઇન પોર્ટલ itiadmission.gujarat.gov.in […]

આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરાઈ

આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરાઈ

Published on: 22/05/2026

તપાસ દરમિયાન બરફ ગોળા, શેરડીના રસ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ ૯૩ જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા આણંદ, ગુરૂવાર , હાલમાં ચાલી રહેલી ઉનાળાની કાળઝાળ ગરમીની સીઝનને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે હેતુથી આણંદ જિલ્લાના ફુડ સેફ્ટી વિભાગ દ્વારા જિલ્લાભરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉનાળાની ઋતુમાં સવિશેષ વપરાતી ચીજવસ્તુઓ […]

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન તરીકે ડોક્ટર અભિષેક પ્રજાપતિની સેવા મળશે

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન તરીકે ડોક્ટર અભિષેક પ્રજાપતિની સેવા મળશે

Published on: 21/05/2026

આણંદ, બુધવાર, આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા દ્વારા જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક ની સારવાર માટે આવતા દર્દીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આણંદ જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  પેટલાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર અભિષેક પ્રજાપતિ હવેથી આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન તરીકે અઠવાડિયામાં ત્રણ […]

નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બનતુ આણંદનું જનરલ હોસ્પિટલ

નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બનતુ આણંદનું જનરલ હોસ્પિટલ

Published on: 21/05/2026

જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત ડાયાલિસીસ કેન્દ્ર બની રહ્યુ છે આણંદના કિડનીના દર્દીઓ માટે આશિર્વાદ સમાન વર્ષ ૨૦૨૪, ૨૦૨૫ તેમજ વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં કુલ ૧૫૯૩ દર્દીઓએ વિનામૂલ્યે મેળવી ડાયાલિસીસની વિવિધ સારવાર આણંદ, બુધવાર , ગુજરાત સરકાર હંમેશાં છેવાડાના માનવી સુધી ઉત્તમ અને ગુણવત્તાસભર સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધતા સાથે પ્રયાસરત છે. સરકારની નાગરિકો પ્રત્યેની સતત […]

No Image

આણંદ જિલ્લાના સફાઈ કામદાર અને તેમના આશ્રિતો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ રૂ.૧.૭૦ લાખની સહાય મેળવી શકશે

Published on: 21/05/2026

વર્ષ 2026-27 દરમિયાન આ યોજના નો લાભ લેવા ઓનલાઈન અરજી કરો આણંદ, બુધવાર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો અનુસાર, સરકારશ્રી દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના સામાજિક અને આર્થિક વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જે અંતર્ગત રાજ્યના જે સફાઈ કામદારો અથવા તેમના આશ્રિતો ખુલ્લા પ્લોટ […]

No Image

આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો જોગ

Published on: 21/05/2026

આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નવીન સહાયલક્ષી યોજનાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ કરાયુ આગામી તા. ૧૯ /૦૬ /૨૦૨૬ સુધી નવીન સહાયલક્ષી યોજનાઓમાં અરજી કરી કરાશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા જિલ્લાના તમામ ખેડૂત મિત્રો માટે બાગાયત ખાતાની નવીન યોજનાઓ હેઠળ સહાય અને લાભ મેળવવા માટે ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત […]

PMFME યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ

PMFME યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ

Published on: 21/05/2026

આણંદ જિલ્લામાં કુલ ૦૬ ઉદ્યોગ સાહસિકોના પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી આણંદ, બુધવાર , આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને Ministry of Food Processing Industries (MOFPI) અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના અંતર્ગત આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનશ્રીના ઈંધણ બચાવવાના આહવાનના પગલે જિલ્લા […]

મેઘાલય વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરપર્સન શ્રીમતી મિયાની શિરાએ લીધી આણંદની અમૂલ ડેરીની મુલાકાત

મેઘાલય વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરપર્સન શ્રીમતી મિયાની શિરાએ લીધી આણંદની અમૂલ ડેરીની મુલાકાત

Published on: 21/05/2026

આણંદ, બુધવાર , મેઘાલય વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) ના ચેરપર્સન શ્રીમતી મિયાની ડી. શિરા અને ૧૩ અધિકારીઓના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં આણંદ સ્થિત અમૂલ ડેરી અને ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અમૂલ ડેરી ખાતે આવી પહોંચેલા આ પ્રતિનિધિમંડળ ભાવભર્યું સ્વાગત કરી અમૂલ ડેરીના સીએફઓ (CFO) શ્રી મનિષ ઓઝા અને હેડ પીઆરઓ (PRO) ડૉ. પ્રીતિ […]

આણંદ ખાતેની આંગણવાડી કેન્દ્રોમાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘બાલક-પાલક સર્જન કાર્યક્રમ’ યોજાયો

આણંદ ખાતેની આંગણવાડી કેન્દ્રોમાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘બાલક-પાલક સર્જન કાર્યક્રમ’ યોજાયો

Published on: 21/05/2026

આંગણવાડી કેન્દ્રોમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વાલીઓને માહિતગાર કરાયા આણંદ, બુધવાર, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ આણંદ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રત્યે જાગૃતિ તથા વાલીઓની સક્રિય સહભાગિતા વધારવાના હેતુસર આણંદ ખાતેની આંગણવાડી કેન્દ્ર ખાતે “બાલક-પાલક સર્જન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ઓફિસર […]

વસ્તી ગણતરી 2027

વસ્તી ગણતરી 2027

Published on: 21/05/2026

નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે ઓનલાઇન સ્વ ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી આણંદ જિલ્લાના નગરજનોને સ્વ ગણતરી પ્રક્રિયા માં સહભાગી બનવા કરી અપીલ આણંદ, મંગળવાર, નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે આજે પેટલાદ તાલુકાના શાહપુર ગામે તેમના ઘરે ઓનલાઇન સ્વ ગણતરી પ્રક્રિયા પૂરી કરી હતી. મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ […]