Close

આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરાઈ

Publish Date : 22/05/2026

તપાસ દરમિયાન બરફ ગોળા, શેરડીના રસ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ ૯૩ જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા

આણંદ, ગુરૂવાર , હાલમાં ચાલી રહેલી ઉનાળાની કાળઝાળ ગરમીની સીઝનને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે હેતુથી આણંદ જિલ્લાના ફુડ સેફ્ટી વિભાગ દ્વારા જિલ્લાભરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉનાળાની ઋતુમાં સવિશેષ વપરાતી ચીજવસ્તુઓ જેવી કે ઠંડા પીણા, બરફ અને અન્ય ખાદ્યપદાર્થોના વેચાણ કરતા એકમો પર વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે કડક નજર રાખવામાં આવી રહી છે.

આ આકસ્મિક તપાસ ઝુંબેશ અંતર્ગત ફુડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા આણંદ જિલ્લાના વિવિધ સ્થળોએથી કુલ ૯૩ જેટલા શંકાસ્પદ ખાદ્યચીજોના નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા છે. જેમાં ગરમીમાં સૌથી વધુ ખવાતા બરફ ગોળા, બરફ અને શેરડીના રસના ૧૭ નમૂના, સ્પાઈસીસ પ્રોડક્ટના ૩૧, ઘીનો ૦૧, દૂધ અને દૂધની બનાવટોના ૦૨, ખાદ્યતેલના ૦૩ નમૂનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રિપેડ ફુડ, મેંગો મિલ્ક શેક, કોલ્ડડ્રિંક્સ, પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, શ્રીખંડ અને મઠ્ઠો જેવી અન્ય ખાદ્યચીજોના નમૂના મેળવીને તેને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નમૂના લેવાની પ્રક્રિયાની સાથે-સાથે ‘ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાન દ્વારા આણંદ તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સઘન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. ખાસ કરીને પાણીપુરી બનાવતા સ્ટ્રીટ ફુડ વેન્ડર્સ (લારીઓ) પર વ્યાપક તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન તમામ લારીવાળાઓ અને સ્ટ્રીટ ફુડ વિક્રેતાઓને સેનિટેશન અને હાઈજીન (સ્વચ્છતા) જાળવવા અંગે જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તમામ ફુડ બિઝનેસ ઓપરેટરોને ફરજિયાત એપ્રોન, કેપ અને ગ્લોવ્ઝ પહેરવા તથા નિયમિત સાફ-સફાઈ રાખવા કડક તાકીદ કરાઈ છે. આ તપાસમાં મળી આવેલ   માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે તેવો બિન-આરોગ્યપ્રદ અને કલરયુક્ત ખાદ્યસામગ્રીનો જથ્થો ફુડ સેફ્ટી વિભાગે સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં બિન-આરોગ્યપ્રદ એવી ૧૦ લીટર કલરવાળી ચાસણી, ૦૪ કિલોગ્રામ પકોડીનો માવો, ૦૩ લીટર પાણીપુરીનું કલરયુક્ત પાણી તેમજ ૦૫ લીટર જેટલા શંકાસ્પદ કુકિંગ ઓઈલનો સ્થળ ઉપર જ નાશ કરાવી દીધો હોવાનું આણંદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.