Press Release
કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ બાદ રોગચાળાને ડામવા મનપાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
Published on: 05/08/2026મહાનગરપાલિકા વિસ્તારમાં ૯૯ ટીમો દ્વારા સઘન સર્વેક્ષણ અને આરોગ્ય લક્ષી કામગીરી શરૂ વાહકજન્ય અને પાણીજન્ય રોગો અટકાવવા ડોર-ટુ-ડોર સર્વે અને ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી પાણીજન્ય રોગોના અટકાયત માટે પીવાના પાણીની ગુણવત્તા જાળવવા જળ સ્ત્રોતોનું સુપર ક્લોરીનેશન કરવામાં આવ્યું આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે સંભવિત રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા […]
આણંદ ખાતે તા.25 ઓગસ્ટના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
Published on: 04/08/2026અરજદારો તા.10 ઓગસ્ટ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી નો પ્રશ્ન હોય ત્યાં પ્રથમ અરજી કરેલ હોવી જરૂરી આણંદ, સોમવાર , આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.25/08/2026 ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા […]
આણંદ જિલ્લામાં તા.25 ઓગસ્ટના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
Published on: 04/08/2026અરજદારો તા.10 ઓગસ્ટ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, સોમવાર , આણંદ જિલ્લામાં ઓગસ્ટ મહિનાનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.25/08/2026 ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન મચ્છરના પોરા મળી આવતા ૧૧ એકમો પાસેથી રૂ. ૨૧,૫૦૦નો દંડ વસૂલાયો
Published on: 04/08/2026મચ્છરજન્ય રોગચાળાને નાથવા મહાનગરપાલિકાનું સઘન ચેકિંગ આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા અને જાહેર આરોગ્યની સુખાકારી જાળવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જુલાઈ માસના સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મેલેરિયા વિભાગની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જે એકમોના […]
આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉમરેઠના એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ખાતે થશે: કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
Published on: 04/08/2026૧૪મી ઓગસ્ટે આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાશે ભવ્ય તિરંગા યાત્રા: ઉમરેઠ નગર રોશનીથી ઝળહળી ઉઠશે ૧૫મી ઓગસ્ટે ઉમરેઠમાં રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા ઝુંબેશનું આયોજન આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં આગામી ૧૫મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઉમરેઠ ખાતે એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વના સુચારુ આયોજન માટે આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાની લાલ આંખ: ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે ૨૯૦ એકમો પાસેથી રૂ. ૧.૦૯ લાખથી વધુનો દંડ વસૂલાયો
Published on: 04/08/2026શહેરને સ્વચ્છ બનાવવા તંત્ર એક્શન મોડમાં: સેનીટેશન વિભાગે એક માસમાં ૨૯૦ એકમો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી સ્વચ્છતા અભિયાન હેઠળ કરમસદ આણંદ મહાનગરપાલિકાની કાર્યવાહી: ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ પાસેથી દંડ વસૂલાયો આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવાના અને પર્યાવરણના જતનના ઉમદા હેતુ સાથે જુલાઈ માસ દરમિયાન સઘન તપાસ ઝુંબેશ […]
આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળાને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ: સઘન અટકાયતી કામગીરી શરૂ
Published on: 04/08/2026પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળા સામે આણંદ આરોગ્ય વિભાગનું મેગા અભિયાન; ૧.૪૨ લાખથી વધુ નાગરિકોનું આરોગ્ય સર્વેક્ષણ વરસાદી માહોલમાં મલેરિયા અને ડેન્ગ્યુને ડામવા આરોગ્ય ટીમો મેદાને: આણંદ જિલ્લામાં વિવિધ વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે સંભવિત રોગચાળાને અટકાવવા માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી […]
વડદલા PHC દ્વારા ભુરાકોઈ ગામમાં ચોમાસાજન્ય રોગો સામે સઘન જનજાગૃતિ અને ઘર-ઘર સર્વેક્ષણ હાથ ધરાયું
Published on: 04/08/2026ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાને અટકાવવા આરોગ્ય ટીમ દ્વારા ગ્રામજનોને મચ્છરના પ્રજનન સ્થળો દૂર કરવા અપાયું માર્ગદર્શન શુદ્ધ પીવાના પાણી અને સ્વચ્છતાના અમલીકરણ સાથે આરોગ્ય ટીમે PNC મુલાકાત દ્વારા માતૃ-બાળ સુરક્ષાની સમીક્ષા કરી આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદ બાદ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ […]
પેટલાદ અને સોજિત્રા વિસ્તારના રસ્તાઓ ચાર માર્ગીય બનાવવા ₹૬૧.૩૧ કરોડની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી
Published on: 04/08/2026ડભોઉ -મલાતજ થી ચાંગા- સંજાયા- બામરોલી થી વડતાલ સુધીના માર્ગો બનશે ચાર માર્ગીય આણંદ, સોમવાર, ગુજરાત સરકાર દ્વારા પેટલાદ, સોજિત્રા અને નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં માળખાગત સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ₹૬૧ કરોડ ૩૧ લાખના માતબર ખર્ચે માર્ગ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ડભોઉ અને મલાતજથી ચાંગા સુધીના હયાત માર્ગની પહોળાઈ ૭ […]
આણંદની વેટરીનરી કોલેજ ખાતે ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ અંતર્ગત જનજાગૃતિ કાર્યશાળા યોજાઈ
Published on: 03/08/2026મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આણંદમાં આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશ: વેટરીનરી કોલેજમાં વિદ્યાર્થીઓને અપાઈ વિશેષ તાલીમ ડેન્ગ્યુ મુક્ત અભિયાન હેઠળ આણંદમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ વેક્ટર બોર્ન ડિસીઝ વર્કશોપમાં લીધો ભાગ વિદ્યાર્થીઓને મચ્છરના જીવનચક્ર અને પોરાનાશક પ્રવૃત્તિઓનું જીવંત નિદર્શન પૂરું પાડવામાં આવ્યું આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં ‘ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસ’ની ઉજવણીના ભાગરૂપે વેટરીનરી કોલેજ, આણંદ ખાતે વાહક […]