આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉમરેઠના એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ખાતે થશે: કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
Publish Date : 04/08/2026
૧૪મી ઓગસ્ટે આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાશે ભવ્ય તિરંગા યાત્રા: ઉમરેઠ નગર રોશનીથી ઝળહળી ઉઠશે
૧૫મી ઓગસ્ટે ઉમરેઠમાં રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા ઝુંબેશનું આયોજન
આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં આગામી ૧૫મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઉમરેઠ ખાતે એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વના સુચારુ આયોજન માટે આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ કાર્યક્રમના સુચારુ આયોજન અને અમલીકરણ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્ષ ૨૦૨૬ના આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં રાષ્ટ્રભક્તિના જનજુવાળ સાથે સમગ્ર જિલ્લાને સાંકળી લેવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પૂર્વ પ્રારંભ રૂપે ૧૪મી ઓગસ્ટના રોજ સાંજે ઉમરેઠ ખાતે ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવશે, જેની સાથે જિલ્લાના તમામ તાલુકા મથકો પર પણ તિરંગા યાત્રાના માધ્યમથી દેશભક્તિનો માહોલ સર્જવામાં આવશે.
૧૫મી ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમ દરમિયાન ઉમરેઠ ખાતે જનસેવાના કાર્યોના ભાગરૂપે રક્તદાન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે.
સ્વાતંત્ર પર્વની ઉજવણીના માનમાં ઉમરેઠ શહેરની તમામ સરકારી ઇમારતોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવશે.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.જી. જસાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી લલિતકુમાર પટેલ, અધિક કલેકટર શ્રી રાહુલ ગમારા અને નાયબ વન સંરક્ષક શ્રી સુરેશ મીના સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મહત્તમ નાગરિકો સહભાગી થાય અને સમગ્ર જિલ્લામાં ઉત્સાહભર્યું વાતાવરણ નિર્મિત થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.