કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન મચ્છરના પોરા મળી આવતા ૧૧ એકમો પાસેથી રૂ. ૨૧,૫૦૦નો દંડ વસૂલાયો
Publish Date : 04/08/2026
મચ્છરજન્ય રોગચાળાને નાથવા મહાનગરપાલિકાનું સઘન ચેકિંગ
આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા અને જાહેર આરોગ્યની સુખાકારી જાળવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જુલાઈ માસના સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મેલેરિયા વિભાગની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જે એકમોના પરિસરમાં મચ્છરોના સંવર્ધન માટે જવાબદાર એવા પોરા મળી આવ્યા હતા, તેવા કુલ ૧૧ એકમો વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
મેલેરિયા વિભાગની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન રહેણાંક અને વ્યાવસાયિક એકમોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસમાં મચ્છરોનું સંવર્ધન થતું હોય તેવી બેદરકારી સામે આવતા મનપાના તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવાયા છે. આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા આ ૧૧ એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. ૨૧,૫૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ચોમાસાની ઋતુ અને મચ્છરજન્ય રોગોના ઉપદ્રવને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકો અને વ્યાવસાયિક એકમોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના પરિસર અને આસપાસના વિસ્તારમાં બિનજરૂરી પાણીનો ભરાવો ન થવા દે અને સંપૂર્ણ સ્વચ્છતા જાળવે. આગામી સમયમાં મહાનગર પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવનાર તપાસ દરમિયાન કોઈપણ સ્થળે મચ્છરોના પોરા મળી આવશે તો આવા એકમો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.