Close

આણંદની વેટરીનરી કોલેજ ખાતે ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ અંતર્ગત જનજાગૃતિ કાર્યશાળા યોજાઈ

Publish Date : 03/08/2026

મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આણંદમાં આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશ: વેટરીનરી કોલેજમાં વિદ્યાર્થીઓને અપાઈ વિશેષ તાલીમ

ડેન્ગ્યુ મુક્ત અભિયાન હેઠળ આણંદમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ વેક્ટર બોર્ન ડિસીઝ વર્કશોપમાં લીધો ભાગ

વિદ્યાર્થીઓને મચ્છરના જીવનચક્ર અને પોરાનાશક પ્રવૃત્તિઓનું જીવંત નિદર્શન પૂરું પાડવામાં આવ્યું

આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં ‘ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસ’ની ઉજવણીના ભાગરૂપે વેટરીનરી કોલેજ, આણંદ ખાતે વાહક જન્ય રોગો અંગેની એક વિશેષ જાગૃતિ કાર્યશાળાનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મેલેરીયા અધિકારી ડો. રાજેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસાની ઋતુમાં વકરતા મચ્છરજન્ય રોગો સામે અટકાયતી પગલાં લેવા અને શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવવાનો હતો.

કાર્યશાળા દરમિયાન જિલ્લા મેલેરીયા અધિકારી ડો. રાજેશ પટેલે મચ્છરજન્ય રોગોના ફેલાવા અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિસ્તૃત અને તકનીકી માહિતી પૂરી પાડી સૌને સેન્સિટાઈઝ કર્યા હતા. આ ઉપરાંત એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ અઠવાડિયામાં એક દિવસ કોલેજ કેમ્પસ અને હોસ્ટેલના ધાબા પર પોરાનાશક કામગીરીમાં સક્રિય સહયોગ આપી શકે. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના રહેણાંક અને અભ્યાસના સ્થળને મચ્છરમુક્ત રાખવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા અને અર્બન હેલ્થ સેન્ટર ગણેશ ચોકડીના આરોગ્ય કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસમાં સઘન સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા કોલેજના ધાબા, ખુલ્લા મેદાન અને કેમ્પસમાં ચાલતી બાંધકામ સાઈટ પર તપાસ હાથ ધરી મચ્છર ઉત્પત્તિના સંભવિત સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો. મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે જરૂરી દવાઓનો છંટકાવ અને ફોગીંગની કામગીરી પણ કરવામાં આવી હતી.

આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન મળે તે હેતુથી મચ્છરના જીવનચક્રનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. મચ્છરના ઈંડામાંથી મચ્છર કેવી રીતે પેદા થાય છે અને પોરા કઈ રીતે વૃદ્ધિ પામે છે તે પ્રત્યક્ષ બતાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. કે. ભાવસાર, વિવિધ વિભાગના  પ્રાધ્યાપકો સહિત ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.