Press Release
આણંદમાં તારીખ ૧૬ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું : પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો લાગુ
Published on: 11/09/2026પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર અને ઝેરોક્ષ મશીનો ચાલુ રાખવા પર મુકાયો પ્રતિબંધ આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત વર્ગ-૩ સંવર્ગની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ના સુચારુ અને નિષ્પક્ષ સંચાલન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ […]
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ
Published on: 11/09/2026તા.16 થી 18 સપ્ટેમ્બર સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ, ગુરૂવાર , એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની GJ23 EA, EB, EC, ED, EE, EF, EG EH, EJ, EK, EL અને EM નોન ટ્રાન્સપોર્ટ LMV સીરીઝ GJ-23-CA, CB, CC, […]
પોષણ માહ કાર્યક્રમમાં આણંદ જિલ્લાએ ડંકો વગાડ્યો: રાજ્ય કક્ષાએ ‘ટીમ આણંદ’ અને બોરસદ બ્લોક-૧ નું બહુમાન કરાયું
Published on: 11/09/2026મંત્રી શ્રી ડો. મનીષાબેન વકીલના હસ્તે આણંદના આંગણવાડી વિભાગના અધિકારી, કર્મચારીઓને સન્માનિત કરાયા આણંદ, ગુરૂવાર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડો. મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં તેમજ સચિવશ્રી રાકેશ શંકર અને કમિશ્નરશ્રી રણજિતસિંહની ઉપસ્થિતિમાં “પોષણ માહ” અંતર્ગત રાજ્ય કક્ષાએ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે પોષણ સંગમ બેચ-૩ અને […]
ખંભાત તાલુકાના નાના કલોદરા ખાતે સીલીકોસીસ જાગૃતિ સેમિનાર યોજાયો
Published on: 11/09/2026આણંદ, બુધવાર, ખંભાત તાલુકાના નાના કલોદરા ગામ ખાતે સીલીકોસીસ રોગ અંગે જનજાગૃતિ કેળવવા તેમજ આ રોગથી પીડિત દર્દીઓ અને મૃતકોના પરિવારજનોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે ખાસ માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી તાજેતરમાં એક ‘સીલીકોસીસ જાગૃતિ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મદદનીશ સરકારી શ્રમ અધિકારી શ્રી પી.બી. બારીયા દ્વારા સીલીકોસીસ રોગ […]
આણંદ જિલ્લામાં “સેવાસેતુ” કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
Published on: 11/09/2026પ્રજાના પ્રશ્નોના સ્થળ પર નિકાલ માટે આણંદ જિલ્લામાં “સેવાસેતુ ૨.૧” ગ્રામ્ય અને “સેવાસેતુ (શહેરી) ૧૨મો તબક્કો” યોજાશે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ક્લસ્ટર મુજબ કાર્યક્રમો યોજી ૫૦થી વધુ લોકકલ્યાણકારી સેવાઓનો લાભ ઘરઆંગણે અપાશે આણંદ, રાજ્ય સરકારના પારદર્શક, ગતિશીલ અને સંવેદનશીલ વહીવટના અભિગમને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આણંદ જિલ્લામાં “સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય)” અને “સેવાસેતુ (શહેરી) બારમો તબક્કો” […]
આપણી આંગણવાડી આપણી જવાબદારીના સંકલ્પ સાથે આણંદ જિલ્લામાં ૯મો રાષ્ટ્રીય પોષણ માસ ઉજવાશે
Published on: 11/09/2026જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને ૯મો રાષ્ટ્રીય પોષણ માહના આયોજન અંગે બેઠક યોજાઈ ૯ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર દરમિયાન વિવિધ થીમ સાથે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાશે આણંદ, મંગળવાર , આણંદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને ૯ મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ ની ઉજવણીના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં […]
8 સપ્ટેમ્બર, આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ
Published on: 11/09/2026સાક્ષરતા માત્ર અક્ષરજ્ઞાન નહીં, સશક્ત સમાજની પહેલી સીડી છે આણંદ, મંગળવાર, દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં સાક્ષરતાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો અને દરેક વ્યક્તિને શિક્ષણ સાથે જોડવાના પ્રયાસોને વેગ આપવાનો છે. સાક્ષરતા વ્યક્તિના જીવનમાં માત્ર વાંચવા-લખવાની ક્ષમતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે […]
આણંદ જિલ્લામાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ અને ગનમેનનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
Published on: 11/09/2026પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓએ ગાર્ડ્સ, ગનમેન અને સુપરવાઈઝરની સંપૂર્ણ વિગતો પોલીસ વિભાગમાં જમા કરાવવી પડશે આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ જિલ્લામાં કાર્યરત […]
બોરસદ તાલુકાના વહેરા ગામે નવી દૂધ ડેરી બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
Published on: 11/09/2026પશુપાલન માત્ર રોજગારી નહીં પણ ગ્રામીણ સમૃદ્ધિનો મજબૂત આધાર- મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, મંગળવાર, બોરસદ તાલુકામાં વહેરા ગામે પશુપાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા નવી દૂધ ડેરી બનાવવાનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું . મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ નવીન ડેરીના નિર્માણથી સ્થાનિક પશુપાલકોને આધુનિક સુવિધાઓ […]
સામરખા ખાતે આઈસીડીએસ ઘટક-૨ દ્વારા ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ ની ઉજવણી કરાઈ
Published on: 11/09/2026પૌષ્ટિક વાનગી સ્પર્ધા દ્વારા આંગણવાડી કાર્યકરોએ આરોગ્યપ્રદ જીવનશૈલીનો સંદેશ આપ્યો આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાના આઈસીડીએસ ઘટક આણંદ-૨ દ્વારા સામરખા સ્થિત એચ. એલ. પટેલ હાઈસ્કુલ ખાતે ઘટક કક્ષાના ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. દ્વારા રોજિંદા આહારમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સરગવા, મિલેટ્સ (ધાન્ય) અને આઈસીડીએસ દ્વારા અપાતા ટીએચઆર (ટેક હોમ રાશન) ના […]