આણંદ જિલ્લા પંચાયત ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ની ઉજવણી: મિલેટ્સ અને પૌષ્ટિક વાનગીઓના પ્રદર્શન દ્વારા સુપોષણનો સંદેશ ફેલાવાયો
Publish Date : 21/09/2026
આણંદ, શનિવાર, જિલ્લા પંચાયત, આણંદ ખાતે જિલ્લા કક્ષાના ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી અને વિભાગીય નાયબ નિયામકશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખશ્રી જીલુભા સિંધાએ પોતાના ઉદ્બોધનમાં પોષણ અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા તમામ મહાનુભાવોનું સ્વાગત પરંપરાગત રીતે ‘મિલેટ પોષણ ટોકરી’ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાનમાં જાડા ધાન્યના મહત્વને ઉજાગર કરે છે. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો અને એસ.એમ. પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટેક હોમ રાશન (THR) અને મિલેટ્સના ઉપયોગથી બનાવવામાં આવેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દ્વારા રોજિંદા આહારમાં પોષક તત્વોનું પ્રમાણ કેવી રીતે વધારી શકાય તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમોના ભાગરૂપે બાળકો દ્વારા “લે સંકલ્પ સુપોષણ કા….” ગીત પર મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકર બહેનોએ લોકશૈલીમાં ‘ભવાઈ’ અને નાટ્ય રજૂઆત દ્વારા પોષણનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ પોષણ અંગેના શપથ લીધા હતા અને સમાજમાંથી કુપોષણને નાબૂદ કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.
ઉત્સવ દરમિયાન યોજાયેલી વાનગી સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા કાર્યક્રમમાં સહયોગી બનેલા વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા.
આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસરશ્રી, જિલ્લાના વિવિધ તાલુકાના સીડીપીઓશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને એસ.એમ. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.