Press Release

Filter by:
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

Published on: 09/07/2026

આણંદ, બુધવાર , જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ જિલ્લા માર્ગ સલામતી સમિતિ (DRSC-ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમીટી) ની બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રીએ અગાઉની માર્ગ સલામતી સમિતિની બેઠકમાં ચર્ચાયેલ મુદ્દાઓ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમિક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈ રજૂ કરવામાં આવેલા માર્ગ […]

આણંદના સાંસદ મિતેશભાઇ પટેલની ગ્રાન્ટમાંથી તારાપુરના ખાનપુર ગામને મળી આધુનિક એમ્બ્યુલન્સની ભેટ

આણંદના સાંસદ મિતેશભાઇ પટેલની ગ્રાન્ટમાંથી તારાપુરના ખાનપુર ગામને મળી આધુનિક એમ્બ્યુલન્સની ભેટ

Published on: 09/07/2026

રૂ. ૧૧ લાખના ખર્ચે ફાળવવામાં આવેલી ઇકો એમ્બ્યુલન્સનું જિલ્લા પંચાયત ખાતેથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરાયું છેવાડાના માનવી સુધી ત્વરિત આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે નવી સુવિધાનો પ્રારંભ ગ્રામજનો અને સ્થાનિક પ્રતિનિધિઓની રજૂઆતને પગલે સાંસદ દ્વારા લોકહિતમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય આણંદ, બુધવાર, આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ની ગ્રાન્ટમાંથી તારાપુર તાલુકાના ખાનપુર […]

આણંદ જિલ્લામાં PMFME યોજના હેઠળ ૯ ફૂડ પ્રોસેસિંગ એકમોને મંજૂરી: કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ઉદ્યોગ સાહસિકોને આપ્યું યોગ્ય માર્ગદર્શન

આણંદ જિલ્લામાં PMFME યોજના હેઠળ ૯ ફૂડ પ્રોસેસિંગ એકમોને મંજૂરી: કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ઉદ્યોગ સાહસિકોને આપ્યું યોગ્ય માર્ગદર્શન

Published on: 09/07/2026

આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ વર્ચ્યુઅલ બેઠક યોજી ડિજિટલ માધ્યમથી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રે રોજગારી વધારવા અને નાના ઉદ્યોગોને સક્ષમ બનાવવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ૩૫ ટકા સુધીની સહાયનો લાભ લેવા કલેક્ટરશ્રીનો અનુરોધ આણંદ, બુધવાર,  આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારત સરકારના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય (MOFPI) અંતર્ગત કાર્યરત ‘પ્રધાનમંત્રી […]

No Image

આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે

Published on: 08/07/2026

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી લોન સહાય માટે અરજીઓ મંગાવાઈ સફાઈ કામદારો ૩૧ જુલાઈ સુધી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે; ૧૦ ઓગસ્ટ સુધીમાં જિલ્લા કચેરીએ ફોર્મ જમા કરાવવાનું રહેશે આણંદ, મંગળવાર, ગાંધીનગર સ્થિત ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના […]

વાસદ ટોલ પ્લાઝા પાસે આઇસર ગાડીમાં ભીષણ આગ, કર્મચારીની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

વાસદ ટોલ પ્લાઝા પાસે આઇસર ગાડીમાં ભીષણ આગ, કર્મચારીની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

Published on: 08/07/2026

વડોદરા તરફ જતી આઇસરમાં અચાનક આગ ભભૂકી: ટોલ પ્લાઝાના કર્મચારીની ત્વરિત કામગીરીને કારણે ચાલકોના જીવ બચાવ્યા શોર્ટ સર્કિટના કારણે GJ03 BV 5544 નંબરના વાહનમાં લાગી આગ, ટોલ પ્લાઝા ઉપર ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનોનો સમયસર ઉપયોગ કરાયો આણંદ, મંગળવાર, આજે તારીખ 07 જુલાઈ 2026 ના રોજ વહેલી સવારે વાસદ ટોલ પ્લાઝા પાસે એક ભયાનક અકસ્માત થતા […]

No Image

તા.12 જુલાઈ ના રોજ પેટલાદમાં નવનિર્મિત ‘ડો. બાબા સાહેબ આંબેડકર ભવન’નું લોકાર્પણ કરાશે

Published on: 08/07/2026

નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને શહેરી વિકાસ મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે પેટલાદમાં આંબેડકર ભવનનું ઉદ્ઘાટન થશે આણંદ, મંગળવાર, પેટલાદ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં વધારો કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા આગામી ૧૨ મી જુલાઈ ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પેટલાદના જી.આઈ.ડી.સી. પાસે આવેલ હિરા પાર્ક સોસાયટી ખાતે  નવનિર્મિત ‘ડો. […]

No Image

આણંદ જિલ્લામાં ઉંદર પકડવાની ‘ગ્લુટ્રેપ’ ના વેચાણ પર પ્રતિબંધ

Published on: 08/07/2026

પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ આણંદમાં ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર રોક ગ્લુટ્રેપનો ઉપયોગ કરનારા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આણંદ, મંગળવાર,  આણંદ જિલ્લામાં ઉંદરોને પકડવા માટે વપરાતી ‘ગ્લુટ્રેપ’ (ચીકણી જાળ/સ્ટીકી ટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને ચેરમેનશ્રી, જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી દ્વારા […]

No Image

સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન

Published on: 08/07/2026

બોચાસણ સ્થિત પૂ. રવિશંકર મહારાજના પાવન ધામ ખાતે પ્રવાસી સુવિધાઓ માટે હેરીટેજ પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫ કરોડની માતબર રકમ ફાળવાઈ આણંદ, મંગળવાર : ગુજરાતના મટીરિયાલિસ્ટિક યુગમાં આધ્યાત્મિક અને સામાજિક ચેતના જગાવનારા ‘મુક સેવક’ પૂજ્ય રવિશંકર મહારાજનું જીવન અને તેમનો સંદેશ આજે પણ કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે. આણંદ જિલ્લાના બોચાસણ ખાતે આવેલ […]

આદર્શ એજ્યુકેશનલ કેમ્પસ નાપા ખાતે ધ રોલ ઓફ માઈનોરીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન યુનિટી કલ્ચર ડાઈવર્સિટી એન્ડ નેશન બિલ્ડીંગ પર વર્કશોપ યોજાયો

આદર્શ એજ્યુકેશનલ કેમ્પસ નાપા ખાતે ધ રોલ ઓફ માઈનોરીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન યુનિટી કલ્ચર ડાઈવર્સિટી એન્ડ નેશન બિલ્ડીંગ પર વર્કશોપ યોજાયો

Published on: 07/07/2026

રાષ્ટ્રીય અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થા આયોગના કાર્યકારી અધ્યક્ષ શ્રી શાહિદ અખ્તર ની વિશેષ ઉપસ્થિતિ જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવથી ઉપર ઉઠીને, એક થઈને જ આપણે આ મહાન દેશને વિકસિત ભારતના શિખર પર લઈ જઈ શકીએ-શ્રી શાહિદ અખ્તર શિક્ષણ જ સમાજમાંથી હિંસા અને નફરતને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર–રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા શ્રી ઇન્દ્રેશ કુમાર આણંદ, સોમવાર ,ભારત […]

No Image

આણંદ ખાતે તા.23 જુલાઈના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published on: 06/07/2026

અરજદારો તા. 10 જુલાઈ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in  પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી નો પ્રશ્ન હોય ત્યાં પ્રથમ અરજી કરેલ હોવી જરૂરી આણંદ, શનિવાર , આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.23/07/2026 ને ગુરુવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]