આદર્શ એજ્યુકેશનલ કેમ્પસ નાપા ખાતે ધ રોલ ઓફ માઈનોરીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન યુનિટી કલ્ચર ડાઈવર્સિટી એન્ડ નેશન બિલ્ડીંગ પર વર્કશોપ યોજાયો
Publish Date : 07/07/2026
રાષ્ટ્રીય અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થા આયોગના કાર્યકારી અધ્યક્ષ શ્રી શાહિદ અખ્તર ની વિશેષ ઉપસ્થિતિ
જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવથી ઉપર ઉઠીને, એક થઈને જ આપણે આ મહાન દેશને વિકસિત ભારતના શિખર પર લઈ જઈ શકીએ-શ્રી શાહિદ અખ્તર
શિક્ષણ જ સમાજમાંથી હિંસા અને નફરતને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર–રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા શ્રી ઇન્દ્રેશ કુમાર
આણંદ, સોમવાર ,ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થા આયોગ (NCMEI) ના કાર્યકારી અધ્યક્ષ પ્રોફેસર ડૉ. શાહિદ અખ્તર ની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ જિલ્લાના નાપા ખાતે આવેલા આદર્શ એજ્યુકેશનલ કોમ્પ્લેક્સ ખાતે ‘વિકસિત ભારત@2047 ના નિર્માણમાં એકતા, સાંસ્કૃતિક વિવિધતા અને લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા’ વિષય પર એક પરિ સંવાદ યોજવામાં આવ્યો હતો.
આ પરિસંવાદમાં પ્રો. શાહિદ અખ્તરએ જણાવ્યું હતું કે સમગ્ર દેશની માઈનોરીટી સ્કૂલો ખાતે 68.4 ટકા વિદ્યાર્થીઓ માઈનોરીટીના અભ્યાસ કરે છે જ્યારે અન્ય 31.6% જેટલા વિદ્યાર્થીઓ અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આપણામાં માણસાઈ હોવી જરૂરી છે , સારા માણસ તરીકે પ્રસ્થાપિત થાઓ તે જ જિંદગીની મૂડી છે વિશેષ કરીને તેમણે આપણે કોઈપણ ધર્મના હોઈએ પણ અન્ય ધર્મ વિશે ટીકા ટીપ્પણી ન કરવી જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
શ્રી શાહિદ અખતરે વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમાજને કટ્ટરતા અને નફરતથી બચાવીને મહોબ્બત તેમજ ભાઈચારા તરફ વાળવાની ભારે જરૂર છે. માત્ર ‘તાલીમ’ (ઔપચારિક શિક્ષણ) માણસને રસ્તો બતાવે છે, પરંતુ સાચો ‘ઇલમ’ (જ્ઞાન અને સંસ્કાર) જ માણસને સાચો ઇન્સાન બનાવે છે. જો શિક્ષણ સાથે ઇન્સાનિયત ન હોય તો માણસ શેતાનિયત તરફ ધકેલાઈ જાય છે. તેમણે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, સર સૈયદ અહમદ ખાન અને મૌલાના અબુલ કલામ આઝાદ જેવા રાષ્ટ્રના આદર્શોનું ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓને ‘કલામ’ના માર્ગે ચાલીને દેશના ઉત્થાનમાં ફાળો આપવા આહવાન કર્યું હતું.
પ્રોફેસર ડૉ. શાહિદ અખ્તરે સેમિનાર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત દેશની સાચી સુંદરતા તેની વિવિધતામાં એકતા (Unity in Diversity) માં રહેલી છે. આપણા દેશની ઓળખ તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પ અને સપનાને સાકાર કરવા માટે આજે નવી પેઢી અને વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવું અનિવાર્ય છે. આવતીકાલનું ભારત કેવું હશે, તેમાં શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓનો શું ફાળો હોઈ શકે તે અંગે સેમિનારમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી અખ્તરે લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને આહવાન કર્યું હતું કે, તેઓ માત્ર સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી જ ન કરે, પરંતુ બાળકોને તેના સંસ્કારો પણ આપે. શાળા-કોલેજોમાં દેશના તમામ તહેવારો હળીમળીને ઉજવાય અને અન્ય સમુદાયો સાથે પણ સદભાવના વધે તેવા પ્રયાસો થવા જોઈએ. વધુમા તેમણે ઉમેર્યું હતું કે, આ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂજ્ય મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ છે. આપણે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા મહાનુભાવોને આપણા રોલ મોડેલ માનવાના છે. દેશના યુવાનો ડૉક્ટર, એન્જિનિયર કે આઈએસ (IAS) બનીને કલામ સાહેબના બતાવેલા રાષ્ટ્ર સેવાના માર્ગે ચાલે તે જ સાચો રસ્તો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણી પ્રથમ અને સર્વોચ્ચ ઓળખ ‘ભારતીય’ (હિન્દુસ્તાની) તરીકેની છે. જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવથી ઉપર ઉઠીને, એક થઈને જ આપણે આ મહાન દેશને વિકસિત ભારતના શિખર પર લઈ જઈ શકીએ છીએ. તેમણે પોઝિટિવ સારી વિચારસરણી ધરાવવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. જીવનમાં પ્રગતિ કરવા માટે શિક્ષણ જ એક મેક માધ્યમ છે તેમ કહીને ઉચ્ચ અભ્યાસ કરવા પણ તેમણે અપીલ કરી હતી. વધુમાં વિકસિત ભારતનું સપનું પૂરું કરવા માટે માઈનોરીટી એજ્યુકેશનલ સંસ્થાઓ પણ તેમનો સહયોગ આપે તે પણ એટલું જ જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા શ્રી ઇન્દ્રેશ કુમારએ દેશમાં ભાઈચારો, રાષ્ટ્રવાદ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો પ્રસાર કરવાનો મજબૂત સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણે ભૂતકાળમાં પણ એક જ કૌમ (રાષ્ટ્ર) હતા, આજે પણ એક છીએ અને ભવિષ્યમાં પણ એક જ રહીશું. તેમણે આ એકતાની ભાવનાને સાચી ‘ખુદાઈ ભાવના’ ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ (તાલીમ અને ઇલ્મ) ના માધ્યમથી દેશના યુવાનોને એક શ્રેષ્ઠ ભારતીય નાગરિક બનાવવાનો છે, જેથી તેઓ સ્વયં પ્રગતિ કરવાની સાથે દેશને પણ વિકાસના પંથે આગળ લઈ જઈ શકે. શિક્ષણ જ સમાજમાંથી હિંસા અને નફરતને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર છે.
આ સમયે શ્રી ઇન્દ્રેશકુમાર એ ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ કોઈપણ ધર્મના હોય પણ તે હિન્દુસ્તાની છે તે એટલું જ સચ્ચાઈ છે તેમ જણાવ્યું હતું. તેમણે ભારતીય સંસ્કૃતિના સાહિત્યિક અને ભાષાકીય સમન્વયને ખૂબ જ સુંદર રીતે રેખાંકિત કર્યો હતો. “માં ના કદમોમાં જન્નત છે” એ પંક્તિના માધ્યમથી તેમના દ્વારા સમજાવવામાં આવ્યું કે આ વાક્યમાં ‘માં’ સંસ્કૃત, ‘કદમ’ ફારસી અને ‘જન્નત’ અરબી શબ્દ છે, જે દર્શાવે છે કે આપણી સંસ્કૃતિ અને પવિત્ર ગ્રંથોએ હંમેશા સમન્વયને સ્વીકાર્યો છે. તેમણે હાજર સૌની પાસે હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દુસ્તાની જેવી વિવિધ ભાષાઓમાં ‘ભારત માતા કી જય’, ‘માદરે વતન હિન્દુસ્તાન ઝિંદાબાદ’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવડાવીને વિવિધતામાં એકતાનો માહોલ સર્જ્યો હતો અને ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ ના ગાન સાથે અખંડ રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડી હતી.
વધુમાં શ્રી ઇન્દ્રેશકુમાર એ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓની રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો અને જણાવ્યું કે, ગુજરાતની આ પવિત્ર ધરતી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા યુગપુરુષોની ભૂમિકા રહી છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ નું સપનું પૂરું કરવા માટે દરેક જ્ઞાતિ અને ધર્મના વિદ્યાર્થીઓએ સતત જ્ઞાન મેળવીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવી પડશે. શૈક્ષણિક સંસ્થાઓએ પણ હકારાત્મક વિચારસરણી સાથે અન્ય સમુદાયો સાથે મળીને કાર્ય કરવું જોઈએ જેથી કરીને દેશનો દરેક બાળક ડૉક્ટર, એન્જિનિયર કે સક્ષમ નાગરિક બનીને પોતાના માતા-પિતા, સંસ્થા અને સમગ્ર દેશનું નામ રોશન કરી શકે.
આ પ્રસંગે સંસ્થાનું નામ રોશન કરનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં આદર્શ એજ્યુકેશન કેમ્પસના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી, શ્રી ઈકરામ સૈયદ, શિક્ષણ મિત્રો, વડીલો અન્ય માઈનોરીટી ધર્મના આગેવાનો સહિત જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી કામિનીબેન ત્રિવેદી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આદર્શ એજ્યુકેશનલ કેમ્પસ નાપા ખાતે ધ રોલ ઓફ માઈનોરીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન યુનિટી કલ્ચર ડાઈવર્સિટી એન્ડ નેશન બિલ્ડીંગ પર વર્કશોપ યોજાયો

આદર્શ એજ્યુકેશનલ કેમ્પસ નાપા ખાતે ધ રોલ ઓફ માઈનોરીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન યુનિટી કલ્ચર ડાઈવર્સિટી એન્ડ નેશન બિલ્ડીંગ પર વર્કશોપ યોજાયો

આદર્શ એજ્યુકેશનલ કેમ્પસ નાપા ખાતે ધ રોલ ઓફ માઈનોરીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન યુનિટી કલ્ચર ડાઈવર્સિટી એન્ડ નેશન બિલ્ડીંગ પર વર્કશોપ યોજાયો

આદર્શ એજ્યુકેશનલ કેમ્પસ નાપા ખાતે ધ રોલ ઓફ માઈનોરીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન યુનિટી કલ્ચર ડાઈવર્સિટી એન્ડ નેશન બિલ્ડીંગ પર વર્કશોપ યોજાયો

આદર્શ એજ્યુકેશનલ કેમ્પસ નાપા ખાતે ધ રોલ ઓફ માઈનોરીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન યુનિટી કલ્ચર ડાઈવર્સિટી એન્ડ નેશન બિલ્ડીંગ પર વર્કશોપ યોજાયો

આદર્શ એજ્યુકેશનલ કેમ્પસ નાપા ખાતે ધ રોલ ઓફ માઈનોરીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન યુનિટી કલ્ચર ડાઈવર્સિટી એન્ડ નેશન બિલ્ડીંગ પર વર્કશોપ યોજાયો