Press Release
કરમસદ-આણંદ ફાયર સ્ટેશન ખાતે ઉત્તરસંડા ITI ના વિદ્યાર્થીઓ માટે ‘ફાયર અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો
Published on: 11/02/2026આણંદ, બુધવાર: વિદ્યાર્થીઓમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ આવે અને કટોકટીના સમયે તેઓ સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરી શકે તેવા ઉમદા હેતુથી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI), ઉત્તરસંડાના વિદ્યાર્થીઓ માટે વિશેષ શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI), ઉત્તરસંડાના અંદાજે 60 જેટલા વિદ્યાર્થીઓએ કરમસદ-આણંદ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આણંદ ફાયર […]
બોરસદ ખાતે રૂપિયા ૭.૨૫ કરોડના ખર્ચે બનનાર અનાજનું ગોડાઉન તથા ઓફિસ બાંધકામનું ખાતમુહૂર્ત કરાશે
Published on: 11/02/2026મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને આજે તા.૧૨ મી ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમ યોજાશે આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં આજે તા.૧૨ મી ફેબ્રુઆરી, ગુરુવારના રોજ બોરસદ ખાતે રૂપિયા ૭.૫૦ કરોડના ખર્ચે નવું બનાવવામાં આવનાર અનાજનું ગોડાઉન તથા ઓફિસ બાંધકામનો ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને તા.૧૨/૦૨/૨૦૨૬ ગુરૂવારના રોજ સવારે […]
આણંદ તાલુકાના વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર ઉપર જિલ્લા વહીવટ તંત્રની આકસ્મિક રેડ
Published on: 11/02/2026અંદાજિત રૂપિયા 4.32 કરોડનો મુદ્દા માલ કર્યો જપ્ત આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન કરતા અને પરવાનગી મેળવી હોય તેના કરતાં વધુ રેતી કાઢતા હોય તેવા લોકો ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટર શ્રી ની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ આણંદના પ્રાંત અધિકારી […]
આણંદમાં ‘સેફર ઇન્ટરનેટ ડે – 2026’ નિમિત્તે પ્રેરણાદાયી જાગૃતિ વર્કશોપ
Published on: 11/02/2026“Smart Tech, Safe Choices – Exploring Safe and Responsible Use of AI” થીમ હેઠળ ભવ્ય આયોજન 150થી વધુ વિદ્યાર્થીઓનો ઉત્સાહભર્યો પ્રતિસાદ આણંદ, તા. 10 ફેબ્રુઆરી 2026: ડિજિટલ યુગમાં સુરક્ષા અને જવાબદારીનું મહત્ત્વ ઉજાગર કરતા ‘સેફર ઇન્ટરનેટ ડે – 2026’ નિમિત્તે આણંદ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI), નીયર ગ્રીડ, લાંભેલ રોડ, આણંદ-388001 ખાતે સવારે 11:30 થી બપોરે […]
કરમસદ-આણંદ ફાયર બ્રિગેડ દ્વારા વડોદ પ્રાથમિક કુમાર શાળા ખાતે ‘ફાયર અવેરનેસ’ ટ્રેનિંગ યોજાઈ
Published on: 11/02/2026આણંદ, મંગળવાર: વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આગ સામે સુરક્ષા અને સાવચેતી અંગે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી તારીખ 10/02/2026 ના રોજ પ્રાથમિક કુમાર શાળા, વડોદ ખાતે કરમસદ-આણંદ ફાયર બ્રિગેડ દ્વારા એક વિશેષ ફાયર અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ તાલીમ શિબિર સંપન્ન થઈ હતી. […]
આણંદ જિલ્લામાં ‘પીએમ સૂર્ય ઘર યોજના’ની નોંધપાત્ર પ્રગતિ; અત્યાર સુધીમાં ૧૭,૭૪૭ ઘરોમાં સોલર મીટર ઇન્સ્ટોલ કરાયા
Published on: 11/02/2026‘પીએમ સૂર્ય ઘર યોજના‘ અંતર્ગત જિલ્લામાં ૧૦૧.૧૮ કરોડ રૂપિયાની સબસિડી અપાઇ આણંદ, શુક્રવાર: સરકારની મહત્વકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘર યોજના‘ (PMSG) અંતર્ગત આણંદ જિલ્લામાં સોલર રૂફટોપના અમલીકરણમાં નોંધપાત્ર સફળતા જોવા મળી રહી છે. આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ ૨૧,૫૯૧ અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી ૧૭,૭૪૭ ગ્રાહકોના ઘરે સોલર મીટર લગાવીને સબસિડી ચૂકવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી […]
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આંકલાવ ખાતે ફૂડ સેફ્ટી અવેરનેસ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો
Published on: 11/02/2026આણંદ, મંગળવાર: આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જનહિત માટે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય તે હેતુથી આંકલાવ તાલુકામાં અને આંકલાવ ચોકડી વિસ્તારમાં ‘ફૂડ સેફ્ટી અવેરનેસ અને રજીસ્ટ્રેશન કેમ્પ‘નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા આંકલાવ ચોકડી અને આસપાસના વિસ્તારમાં આવેલા વિવિધ ફૂડ સ્ટોલ્સ અને ખાદ્ય એકમોની મુલાકાત લેવામાં આવી […]
આણંદ જિલ્લાના બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરાયા
Published on: 11/02/2026બાકી રહેલ બાળકોને 17 ફેબ્રુઆરીના રોજ કૃમિનાશક ગોળી આપવાનું આયોજન આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આણંદ જિલ્લાના 6.30 લાખ ઉપરાંત બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરવા માટે કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે જે બાળકો આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા હાઇસ્કુલ કે કોલેજ ખાતે આવેલ નથી અને કૃમિનાશક ગોળીથી […]
પ્રાકૃતિક ખેતી – ખાસ લેખ
Published on: 09/02/2026રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો પ્રાકૃતિક ખેતીને રક્ષણ આપી તેને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે ‘નિમાસ્ત્ર’ – પ્રાકૃતિક ખેતીમાં ચૂસીયા પ્રકારની જીવાત અને નાની ઈયળોને નિયંત્રીત કરતું શસ્ત્ર આણંદ, સોમવાર: પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત આચ્છાદન જેવા આયામોની સાથે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્ર જેવા જંતુનાશક શસ્ત્રોનો ઉપયોગ કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા […]
તા.18 ફેબ્રુઆરીના રોજ મનરેગાના લોકપાલ સોજીત્રા ખાતે ઉપસ્થિત રહેશે
Published on: 09/02/2026સોજીત્રા તાલુકાના ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત કરવી હોય તો બપોરના 1-30 થી 2-30 દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂમાં મળી કરી શકશે આણંદ, શનિવાર : આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે. આણંદ ખાતે મનરેગા ના લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર વિજયવર્ગીયની […]