Press Release
ઉમરેઠના તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી
Published on: 30/12/2025ભૂગર્ભ જળનો ઉપયોગ આછો કરીને ઉમરેઠ જૂથ પાણી પુરવઠા યોજનાનો લાભ લેવા સરપંચશ્રીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી આણંદ, મંગળવાર: સુરક્ષિત પાણી – સુરક્ષિત ભવિષ્યની વિભાવનાને સાર્થક કરવા માટે ભૂગર્ભ સ્ત્રોતથી સરફેસ સોર્સ તરફ પરિવર્તન એ જ એકમાત્ર વિકલ્પ છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ સાથે […]
કડકડતી ઠંડીમાં માનવતાનું હૂંફાળું પગલું: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૫૦ થી વધુ નિરાધારોનું રેસ્ક્યુ
Published on: 29/12/2025શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર દ્વારા ખાસ ‘નાઇટ ડ્રાઇવ’ શરૂ કરાઈ આણંદ:સોમવાર: રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડીની લહેરમાં સમાજના છેવાડાના અને ઘરવિહોણા લોકો સુરક્ષિત રહે તે હેતુથી કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર […]
કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં આચાર્ય દેવવ્રત
Published on: 29/12/2025હવે આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેતપેદાશો ઉપલબ્ધ બનશે પ્રત્યેક મંગળવારે બપોરના ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ખાતે પ્રાકૃતિક ખેત પેદાશો મળી શકશે આણંદ, સોમવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૨ પદવીદાન સમારંભમાં પ્રેરક ઉપસ્થિત રહેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર […]
પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Published on: 29/12/2025રાસાયણિક ખેતી છોડી, દેશી ગાય આધારિત કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ :: રાજ્યપાલશ્રી :: ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે પ્રાકૃતિક કૃષિના પવિત્ર મિશનમાં જોડાઈએ પશુ-પક્ષીઓ કે અન્ય જીવજંતુઓ નહીં, પરંતુ ફક્ત સમજદાર મનુષ્ય-સમાજ જ પ્રકૃતિના પ્રદૂષણ માટે જવાબદાર પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, પાણી, ધરતી માતા, ગૌ માતા, લોકોનું સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક જેવા અનેક કાર્યો કરે છે કૃષિ […]
આણંદ જિલ્લામાં ૯૯૮ જેટલા બાળકો પાલક માતા પિતા સહાયનો મેળવી રહ્યા છે લાભ
Published on: 29/12/2025આણંદ, શુક્રવાર: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત જે બાળકોના માતા-પિતા બંને અવસાન પામેલ હોય અથવા પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ અન્ય પુનઃ લગ્ન કરેલ હોય અથવા માતા મૃત્યુ પામેલ હોય અને પિતાએ અન્ય પુનઃ લગ્ન કરેલ હોય તેવા અનાથ થયેલ […]
વીર બાલ દિવસની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી
Published on: 29/12/2025પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં ડી.એન. હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો સાહિબજાદાઓના બલિદાનથી ધર્મ, સત્ય અને ન્યાય માટે અડગ રહેવાની આજના બાળકોને પ્રેરણા મળે છે: પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા આણંદ,શુક્રવાર: ભારતમાં દર વર્ષે ૨૬ ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોબિંદસિંહજીના બે નાના પુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને […]
ડાંગરના વિકલ્પે બ્રાહ્મીની ચમકદાર સફળતા: તારાપુરના હિરેનભાઇની પ્રેરણાદાયી ગાથા
Published on: 24/12/2025આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના હિરેનભાઇ રમેશભાઇ પટેલ B.Com. પૂરું કરીને ખેતી સાથે જોડાયા. શરૂઆતમાં તેઓ ડાંગર, ઘઉં અને ચણા જેવા પરંપરાગત પાકો લઈને આગળ વધ્યા. પરંતુ કમોસમી વરસાદ અને બદલાતી ઋતુઓએ તેમના પાકોને વારંવાર નુકસાન પહોંચાડ્યું, જેથી તેઓ નવા વિકલ્પોની શોધમાં લાગ્યા. પેટલાદ તાલુકાના પંડોળી ગામના નીલ શાહના પ્રોત્સાહનથી પરંપરાગત ખેતીની પરંપરા છોડીને હિરેનભાઇના […]
આણંદ જિલ્લામાં સશક્ત નારી મેળાને મળી નોંધપાત્ર સફળતા
Published on: 24/12/2025૯૫ જેટલા સ્ટોલ દ્વારા મહિલાઓના રોજગાર વિકાસ માટેનું અનોખું માધ્યમ બન્યું સશક્ત નારી મેળો ખાદ્યપદાર્થો, હસ્તકલા, વસ્ત્રો તથા ગૃહઉદ્યોગ આધારિત ઉત્પાદનોને મુલાકાતીઓ દ્વારા મળ્યો બોહળો પ્રતિસાદ ત્રણ દિવસ દરમિયાન લગભગ ૩૯ હજાર જેટલા મુલાકાતીઓએ મહિલા ઉત્પાદકોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો ત્રિ દિવસીય મેળામાં મહિલાઓએ કર્યું રૂ.૧૦.૧૪ લાખનું વેચાણ આણંદ,બુધવાર: આણંદ જિલ્લામાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ […]
પૂર્વ સૈનિકોના પેન્શન સહીતના પ્રશ્નોના નિવારણ માટે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે તારીખ ૨૯ અને ૩૦ ડીસેમ્બર ૨૦૨૫ના રોજ SPARSH આઉટરીચ કાર્યક્રમ યોજાશે
Published on: 24/12/2025પેન્શન લેનાર પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓને SPARSH સંબંધિત રજુઆતોના મળશે ઉકેલ આણંદ, બુધવાર: વેટેરન સેલ સ્ટેશન હેડક્વાટર્સ અમદાવાદ દ્વારા SPARSH મારફત પેન્શન લેનાર પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓને SPARSH સંબંધિત રજુઆતોના ઉકેલ માટે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે તારીખ ૨૯ અને ૩૦ ડીસેમ્બર ૨૦૨૫ના રોજ SPARSH આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. SPARSH આઉટરીચ કાર્યક્રમ પેન્શન […]
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
Published on: 24/12/2025કુલ ૦૫ પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા હકારાત્મક નિકાલ આણંદ,બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાઈ છે. […]