Press Release

Filter by:
આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી નિમાયા

આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી નિમાયા

Published on: 03/01/2026

આણંદ, શનિવાર: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષણ વિભાગના વિવિધ અધિકારીઓની બદલી અને બઢતી સાથે બદલી કરી છે. આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, સેવા સદન ખાતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ – 2 ના અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. તેજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ સોલંકી ની બદલી જિલ્લા પંચાયત, આણંદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ […]

આણંદ જિલ્લા કક્ષાના ૭૭ મા પ્રજાસત્તાક પર્વની ખંભાત ખાતે ઉજવણી કરવામાં આવશે

આણંદ જિલ્લા કક્ષાના ૭૭ મા પ્રજાસત્તાક પર્વની ખંભાત ખાતે ઉજવણી કરવામાં આવશે

Published on: 02/01/2026

પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં આગામી તા. ૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૬ના ૭૭ માં પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાત ખાતે કરવામાં આવનાર હોઇ, જિલ્લાા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે કલેકટર કચેરી આણંદના સભાખંડમાં બેઠક મળી હતી.  આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી […]

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઈ

Published on: 02/01/2026

આણંદ, શુક્રવાર: જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, આણંદના સભાખંડ ખાતે ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના ફેક્ટરી-કારખાના અને વિવિધ અદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં ઉપસ્થિત તમામ કારખાના-ફેક્ટરી માલિકોને તેમના કારખાના-ફેક્ટરીના સ્થાને જો આક્સ્મિક કોઇ કટોકટી સર્જાય તો તે માટેના જરૂરી માપદંડો લેવાયા છે કે કેમ અને તે માટેની […]

તારાપુર ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તારાપુર ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Published on: 02/01/2026

કાર્યક્રમમાં મહિલાલક્ષી કાયદાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું આણંદ, શુક્રવાર: કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કનેવાલ હાઈસ્કુલ, તારાપુર ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જાતિગત સમાનતા અને કાયદા હેઠળ પીડિત […]

No Image

પેટલાદ ખાતે જિલ્લાને ‘બાળ વિવાહ મુક્ત’ કરવા વિવિધ હિતધારકો માટે એક દિવસીય કાર્યશાળા યોજાઈ

Published on: 02/01/2026

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાને બાળ વિવાહ મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે તાજેતરમાં પેટલાદ રેડક્રોસ સોસાયટીના મીટિંગ હોલ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યશાળા યોજાઇ હતી. આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.પી.ત્રિવેદીએ ૧૮ વર્ષથી નીચેની વયની યુવતી અને ૨૧ વર્ષથી નીચેના વયના યુવકના લગ્ન કરાવવા, કરવા કે તેમાં મદદગારી કરવી એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ગંભીર ફોજદારી ગુનો […]

કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં રોગચાળા પર નિયંત્રણ : મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો

કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં રોગચાળા પર નિયંત્રણ : મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો

Published on: 02/01/2026

‘સ્વાસ્થ્ય સુરક્ષા પહેલા’ : મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ કરાયેલી સઘન કામગીરી વર્ષ 2025 દરમિયાન 292 દુકાન – સંસ્થાઓમાં મચ્છર ઉત્પત્તિ સ્થાન જોવા મળતા વસૂલ કર્યો રૂપિયા 4.26 લાખ ઉપરાંતનો દંડ આણંદ, શુક્રવાર: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે મનપાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરશ્રી ડૉ. રાજેશ પટેલના સઘન માર્ગદર્શન અને દેખરેખ હેઠળ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ […]

આણંદ જિલ્લામાં રોગચાળા પર પ્રશાસનનો 'માસ્ટર સ્ટ્રોક' : ૨૦૨૪ ના વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસોમાં ૫૦ ટકા જેટલો ઘટાડો

આણંદ જિલ્લામાં રોગચાળા પર પ્રશાસનનો ‘માસ્ટર સ્ટ્રોક’ : ૨૦૨૪ ના વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસોમાં ૫૦ ટકા જેટલો ઘટાડો

Published on: 02/01/2026

‘સૂક્ષ્મ આયોજન’ની માનવીય સફળતા: જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના દિશાનિર્દેશ હેઠળ આણંદ આરોગ્ય વિભાગે રોગમુક્ત ભવિષ્યનો માર્ગ કર્યો પ્રશસ્ત આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરીના પરિણામે વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં વિદાય થયેલા વર્ષ ૨૦૨૫ માં વાહકજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી […]

આણંદમાં ‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬’ ની ઉજવણી અંતર્ગત BSW/MSW ના ૫૫ વિદ્યાર્થીઓએ મેળવ્યું સામાજિક જવાબદારીનું ભાથું

આણંદમાં ‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬’ ની ઉજવણી અંતર્ગત BSW/MSW ના ૫૫ વિદ્યાર્થીઓએ મેળવ્યું સામાજિક જવાબદારીનું ભાથું

Published on: 01/01/2026

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય આશ્રયસ્થાન ખાતે ‘સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ’નું આયોજન: યુવા પેઢી સરકારી જનકલ્યાણ યોજનાઓથી અવગત થઈ આણંદ: બુધવાર:: રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા  પંડિત દિન દયાલ ઉપાધ્યાય આશ્રયસ્થાન ખાતે એક વિશેષ ‘સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ’નું […]

માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક અને ગુજરાત રોજગાર સમાચારના લવાજમ માટે હવે ઘરે બેઠા ઓનલાઈન પેમેન્ટની સુવિધા

માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક અને ગુજરાત રોજગાર સમાચારના લવાજમ માટે હવે ઘરે બેઠા ઓનલાઈન પેમેન્ટની સુવિધા

Published on: 01/01/2026

આણંદ,ગુરુવાર: માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત થતા લોકપ્રિય સામાયિકો ‘ગુજરાત પાક્ષિક’ અને ‘ગુજરાત રોજગાર સમાચાર’ મેળવવા ઈચ્છતા નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે લવાજમ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ અને ડિજિટલ બનાવવામાં આવી છે. વાંચકો હવે SBI Collect પોર્ટલના માધ્યમથી કોઈપણ સ્થળેથી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે.ઓનલાઈન લવાજમ ભરવા માટેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા નીચે મુજબ છે. પેમેન્ટ કરવાની સરળ […]

આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ લોટેશ્વર તળાવ અને ઓમકારેશ્વર બાગની આકસ્મિક મુલાકાત લીધી

આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ લોટેશ્વર તળાવ અને ઓમકારેશ્વર બાગની આકસ્મિક મુલાકાત લીધી

Published on: 01/01/2026

જિલ્લા કલેક્ટરશ્રીએ વોટર એટીએમના પાણીની ગુણવત્તા ચકાસી, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સાથે સંવાદ સાધ્યો આણંદ, બુધવાર: આણંદ જિલ્લા કલેક્ટર શ્રી અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી પ્રવીણ ચૌધરીએ આજે શહેરના જાણીતા લોટેશ્વર તળાવ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકા સંચાલિત કરમસદ સ્થિત ઓમકારેશ્વર બાગની આકસ્મિક મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરશ્રીની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને મળતી પાયાની સુવિધાઓ અને […]