Press Release

Filter by:
No Image

ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે ૧૮મી જાન્યુઆરીએ પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાશે

Published on: 15/01/2026

આણંદ અને ખેડા જિલ્લાના પૂર્વ સૈનિકોની પેન્શન અને ‘સ્પર્શ’ સહિતની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવશે આણંદ, મંગળવાર: આણંદ અને ખેડા જિલ્લાના પૂર્વ સૈનિકોના પડતર પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે આગામી ૧૮મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે એક વિશેષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય હેતુ પૂર્વ સૈનિકોને પડતી […]

તમાકુ નિયંત્રણ કાયદા (COTPA-2003) હેઠળ કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ

તમાકુ નિયંત્રણ કાયદા (COTPA-2003) હેઠળ કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ

Published on: 13/01/2026

કુલ ૩૨૬ વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. ૩૯,૭૧૦/- નો દંડ વસૂલાયો આણંદ, સોમવાર: વિશ્વભરમાં વધી રહેલા તમાકુના સેવન અને તેનાથી થતા કેન્સર જેવા ગંભીર રોગોને નાથવા માટે ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ’ અમલમાં છે. આ દિશામાં સક્રિય પગલાં લેતા કરમસદ-આણંદ મહાનગરપાલિકા  કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસેમ્બર-૨૦૨૫ અને જાન્યુઆરી-૨૦૨૬ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ […]

આણંદ જિલ્લાના બોરસદમાં કિશોરીઓ માટે

આણંદ જિલ્લાના બોરસદમાં કિશોરીઓ માટે “પોષણ ઉડાન” અને “સપનાઓની પાંખ-૨૦૨૬” કાર્યક્રમ યોજાયા

Published on: 13/01/2026

આણંદ, સોમવાર: જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી તેજલબેન શાહ તથા બોરસદ ઘટક-૦૨ અને ૦૩ ના સીડીપીઓ શ્રીમતી માલતીબેન પઢિયારના માર્ગદર્શન હેઠળ કિશોરીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓના સપનાઓને પ્રોત્સાહન આપવું, તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરવી અને આત્મવિશ્વાસ વધારવાનો હતો. બોરસદ ઘટક-૦૨ માં વિરસદ મેલડી માતા મંદિર ખાતે અને […]

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક

Published on: 13/01/2026

કમિશનરશ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ આણંદના ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રીના સૂચનો કોર્પોરેશનના વિકાસ માટે ખૂબ જ જરૂરી – કમિશનર શ્રી મિલિંદ બાપના ધારાસભ્યશ્રીના સૂચનને ગ્રાહ્ય રાખી મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી સ્વામી વિવેકાનંદજીની પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવશે આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ હતી. પ્રારંભમાં […]

No Image

આણંદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે પક્ષીઓની સુરક્ષા માટે ‘કરુણા અભિયાન’નો પ્રારંભ

Published on: 09/01/2026

નાયબ પશુપાલન નિયામકની જાહેર જનતાને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ આણંદ, શુક્રવાર: આગામી ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનાર  મકરસંક્રાંતિ/ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ દરમિયાન ઘાયલ પક્ષીઓની ત્વરિત સારવાર માટેની પૂર્વતૈયારીના ભાગરૂપે આણંદ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકશ્રીના અધ્યક્ષપદ હેઠળ બેઠક યોજાઈ હતી.     આ બેઠકમાં જિલ્લાની તમામ પશુ સારવાર સંસ્થાઓને ‘કરુણા અભિયાન’ અંતર્ગત જરૂરી દવાઓ અને […]

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સિહોલ પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સિહોલ પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી

Published on: 09/01/2026

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થી બની કર્યો સંવાદ આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આકસ્મિક પેટલાદ તાલુકાના સિહોલ ગામ ખાતે પરા વિસ્તારમાં આવેલ રાંદોલ વર્ગ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. કલેકટર શ્રી ની મુલાકાત સમયે રાંદોલ વર્ગ પ્રાથમિક શાળા ખાતે પ્રારંભનો સમય હોય પ્રાર્થના શરૂ થઈ હતી. આ પ્રાર્થના દરમિયાન કલેક્ટરશ્રીએ […]

No Image

પ્રાકૃતિક ખેતીને સફળ બનાવવામાં અગત્યના પુરવાર થઈ રહ્યા છે પ્રાકૃતિક જંતુનાશક શસ્ત્રો

Published on: 09/01/2026

પાકમાં કીડી મંકોડાના નિયંત્રણમાં ઉપયોગી પ્રાકૃતિક ખેતીનું અગત્યનું આયામ ‘બ્રહ્માસ્ત્ર’ આણંદ, શુક્રવાર: પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે રાસાયણ યુક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો જેવાં કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે પાકને પૂરતું રક્ષણ મળે છે જેથી ખેત ઉત્પાદનમાં અને […]

કરમસદ આણંદ મહાનગરપાલિકાની ઉતરાયણ ના પર્વ નિમિત્તે અનોખી પહેલ

કરમસદ આણંદ મહાનગરપાલિકાની ઉતરાયણ ના પર્વ નિમિત્તે અનોખી પહેલ

Published on: 09/01/2026

 ટુ વ્હીલર ચાલકોના  વાહનો પર વિનામૂલ્યે ૩૫૦ ઉપરાંત સેફટી ગાર્ડ લગાવાયા આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન મુજબ આણંદ જિલ્લામાં ઉતરાણના પર્વ નિમિત્તે લોકોને જાગૃત કરવા માટે અને પતંગની દોરીથી ટુ-વ્હીલર લઈને જતા નગરજનોને તકલીફ ન પડે નુકસાન ન થાય તે માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત […]

No Image

આણંદ ખાતે અનુસૂચિત જાતિના કલાકારો માટે પ્રદેશકક્ષાની લોકનૃત્ય તાલીમ શિબિર યોજાશે

Published on: 09/01/2026

૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ શિબિરમાં ભાગ લઈ શકશે શિબિરમાં ભાગ લેવા માંગતા ઈચ્છુક યુવક યુવતીઓએ તા.૧૫ જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે આણંદ, શુક્રવાર:  ગુજરાત સરકાર હેઠળની ગાંધીનગર સ્થિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના કલાકારોની પરંપરાગત કલાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલ એક વિશેષ પહેલ અંતર્ગત ચાલુ વર્ષે […]

આણંદ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આંગણવાડી કેન્દ્રોની લીધી આકસ્મિક મુલાકાત

આણંદ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આંગણવાડી કેન્દ્રોની લીધી આકસ્મિક મુલાકાત

Published on: 09/01/2026

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળ શિક્ષણની સેવાઓને વધુ સઘન અને અસરકારક બનાવવાના ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ પેટલાદ તાલુકાના સિંહોલ ગામના લાલપુર અને રાંદોલ સીમ આંગણવાડી કેન્દ્રની તપાસ હાથ ધરી હતી, […]