Close

“Extended રાજય PNG/LPG” સહાય યોજના હેઠળ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ ના પ્રથમ કવાર્ટટર અંતર્ગત જિલ્લાના લાભાર્થીઓ ફ્રી રીફિલીંગનો લાભ  તા.૩૦ જૂન સુધી મેળવી શકશે

Publish Date : 20/06/2025

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તા.૩૧ માર્ચ ૨૦૨૫ સુધી  ઇન્સ્ટોલેેેશન થયેલ હોય તેવા લાભાર્થીઓ પણ  યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

આણંદ,ગુરૂવાર: “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના“ ના તમામ તબક્કાના લાભાર્થીઓ  તથા રાજ્ય સરકારની પીએનજી / એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓ મળી રાજ્યના કુલ ૪૩.૩૦ લાખ લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામુલ્યે વર્ષ માં બે (૨) વખત ગેસ સીલીન્ડર ફ્રી રીફીલીંગ કરી આપવા માટે “Extended રાજય PNG/LPG” સહાય યોજના કાર્યરત કરાઈ છે.

 આ યોજના હેઠળ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ના પ્રથમ ક્વાર્ટર દરમ્યાન આણંદ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓ પૈકી ૭૬.૦૦% જેટલા લાભાર્થીઓએ ફ્રી ગેસ રીફીલીંગનો લાભ મેળવેલ છે. આ યોજના અંતર્ગત તા.૩૧ માર્ચ ૨૦૨૫ સુધી ઇન્સ્ટોલ થયેલ હોય તેવા લાભાર્થીઓ પણ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ના ક્વાર્ટર દરમ્યાન આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.

“પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના” હેઠળ વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામુલ્યે વર્ષ માં બે (૨) વખત ગેસ સીલીન્ડર ફ્રી રીફીલીંગ કરી આપવા માટે “Extended રાજય PNG/LPG” સહાય યોજના હેઠળ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ ના પ્રથમ ક્વાર્ટરમાં ૧૦ દિવસ બાકી રહેલ હોઇ, લાભાર્થીઓ તા.૩૦ જૂન ૨૦૨૫ સુધીમાં લાભ મેળવી શકશે.જેથી બાકી રહેલ લાભાર્થીઓને સમયમર્યાદામાં યોજનાનો લાભ મેળવી લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

આથી, “ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના “ હેઠળ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ના પ્રથમ ક્વાર્ટર દરમ્યાન આણંદ જિલ્લાના તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સત્વરે ગેસ ફ્રી રીફીલીંગનો લાભ મેળવે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.