બંધ

જીલ્લા વિષે

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સ્વતંત્ર ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદમાં ઉછર્યા હતા. તે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું ઘર પણ હતું, જેઓ એક મહત્વપૂર્ણ રાજકીય નેતા પણ હતા. પટેલ બ્રધર્સ તેમના બે મોટા ભાઈઓ અને એક નાના ભાઈ અને બહેન અને માતા-પિતા જવેરભાઈ અને લાડબા પટેલ સાથે તેમના પરિવારના ખેતરની બાજુમાં માટીના ઈંટના મકાનમાં રહેતા હતા. આ ઘર આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે સાચવેલ છે.

વધુ વાંચો …

Praveen Chaudhari
કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી, (આઈ.એ.એસ.)