Press Release

Filter by:
No Image

આણંદ  ખાતે તા.26 ફેબ્રુઆરીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published on: 05/02/2026

અરજદારો તા. 10 મી ફેબ્રુઆરી સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી નો પ્રશ્ન હોય ત્યાં પ્રથમ અરજી કરેલ હોવી જરૂરી આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.26/02/2026 ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા […]

No Image

પ્રાકૃતિક ખેતી – ખાસ લેખ

Published on: 05/02/2026

વાફસા વ્યવસ્થાપન – પ્રાકૃતિક ખેતીનો એક મહત્વપૂર્ણ આયામ જમીનની ફળદ્રુપતા અને પાકની તંદુરસ્તી માટે વાફસા અનિવાર્ય આણંદ, મંગળવાર: વર્તમાન સમયમાં, રાસાયણિક ખેતીની હાનિકારક અસરો અને પર્યાવરણીય ચિંતાઓને કારણે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પુનઃસ્થાપિત થયું છે. પ્રાકૃતિક ખેત પદ્ધતિઓ સમયની સાથે પરિવર્તનો પામી, પરંતુ તેનો મૂળભૂત સિદ્ધાંત ‘પ્રકૃતિના નિયમોનું પાલન’ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. પ્રાકૃતિક […]

No Image

તારીખ 7 ફેબ્રુઆરીના રોજ જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ દ્વારા સિલેક્શન ટેસ્ટની પરીક્ષા

Published on: 05/02/2026

તારીખ 7 ફેબ્રુઆરીના રોજ સવારે 10:00 કલાક થી બપોરના 14-00 કલાક સુધી પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડની દીવાલની ૨૦૦ મીટર ની ત્રિજ્યા માં બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટર થી 300 મીટર ની ત્રિજ્યા માં આવેલ ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ આણંદ, સોમવાર: જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ દ્વારા સિલેક્શન ટેસ્ટની પરીક્ષા આગામી તારીખ […]

No Image

ખંભાત ઉપર રેલ્વે ઓવર બ્રીજની કામગીરી હાલ પ્રગતિમાં હોય ભારે તથા મધ્યમ વાહનોની અવર જવર ઉપર તા.૨૬/૦૧/૨૦૨૭ સુધી વાહનોને ડાયવર્ટ કરવા હુકમ

Published on: 05/02/2026

આણંદ, સોમવાર: કન્સ્ટ્રક્શન ઓફ R.O.B. (રેલ્વે ઓવર બ્રીજ) ઓન L.C. 51* એટ ખંભાત ઉપર રેલ્વે ઓવર બ્રીજની કામગીરી હાલ પ્રગતિમાં હોય, સલામતીના હેતુથી સદર માર્ગ પર જતા ભારે તથા મધ્યમ વાહનોની અવરજવર કરવા માટે ઋતુરાજ દેસાઈ (GAS), અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (બી) અન્વયે આ રૂટ ઉપર તા. ૨૬/૦૧/૨૦૨૭ સુધી ભારે તથા […]

No Image

આણંદ જિલ્લાના ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરવા અંગે

Published on: 05/02/2026

પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ આગામી હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત આણંદ, સોમવાર: ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી વર્ષ ૨૦૨૪-૨૫ થી અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત દરેક ખેડૂતને આધાર આઈડી ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર […]

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને પ્રેક્ટિસ પેપરનું આયોજન કરાયું

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને પ્રેક્ટિસ પેપરનું આયોજન કરાયું

Published on: 05/02/2026

આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં આગામી માર્ચ 2026 માં યોજાનાર ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પેપર લખવામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી દ્વારા જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે પ્રેક્ટિસ પેપરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેક્ટિસ પેપરના […]

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડો. જયંતી એસ. રવિએ આણંદ ખાતે તૈયાર થઈ રહેલ નવા મહેસુલી ભવનની લીધી મુલાકાત

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડો. જયંતી એસ. રવિએ આણંદ ખાતે તૈયાર થઈ રહેલ નવા મહેસુલી ભવનની લીધી મુલાકાત

Published on: 05/02/2026

દિવ્યાંગજનો માટે સંપૂર્ણ સુવિધા ધરાવતું આણંદ જિલ્લાનું પહેલું કેમ્પસ આણંદ, સોમવાર: આણંદ સોજીત્રા રોડ ઉપર નવું મહેસૂલી ભવનના બાંધકામની કામગીરી હાલ ચાલી રહી છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડો. જયંતિ એસ. રવિએ નવા મહેસુલી ભવનની મુલાકાત લીધી હતી. તેમણે આ ભવન ખાતે તૈયાર કરવામાં આવનાર વિવિધ સુવિધાઓ અને ખાસ કરીને દિવ્યાંગજનો માટેની વિશેષ […]

No Image

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદની તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને BU પરમિશન ન હોવાથી કરાયો રૂપિયા 01 લાખનો દંડ

Published on: 31/01/2026

આણંદ, શનિવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક લાંભવેલ રોડ ઉપર આવેલ ઝાયડસ હોસ્પિટલ ની પાછળ તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.  મહાનગરપાલિકાની ટીમ દ્વારા તુલીપ મલ્ટી સ્પેશ્યલ્ટી હોસ્પિટલના કબજેદાર પાસેથી હોસ્પિટલની બાંધકામ મંજૂરી, મંજૂર થયેલ પ્લાન, BU પરમિશન અને ફાયર એનઓસી અંગે ચકાસણી કરતા તુલીપ હોસ્પિટલના કબજેદારો પાસે […]

No Image

આણંદ જિલ્લામાં એનઆરઆઇ નાગરિકોને નવીન આધારકાર્ડ કઢાવવા માટે સ્વીકાર્ય દસ્તાવેજો

Published on: 31/01/2026

પાંચ વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિના આધાર નોંધણી માટે ઓળખ, સરનામું, સંબંધ અથવા જન્મ તારીખ ના પુરાવા માટે રજૂ કરી શકાય તેવા દસ્તાવેજો આણંદ, શનિવાર: આણંદ જિલ્લો એનઆરઆઈ નાગરિકોની વસ્તી ધરાવતો જિલ્લો છે જેથી એન આર આઈ નાગરિકોને નવીન આધાર કાર્ડ કાઢવામાં અગવડતા ન રહે તે હેતુથી યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરનાર સામે કરવામાં આવી કડક કાર્યવાહી

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરનાર સામે કરવામાં આવી કડક કાર્યવાહી

Published on: 31/01/2026

સ્ટેશન રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરનાર 30 જેટલા વાહનો કરાયા લોક આણંદ, શનિવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મહાનગરપાલિકાના મુખ્ય સ્ટેશન રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક સમસ્યા ઊભી કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત સમગ્ર મનપા વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરનાર અને નો પાર્કિંગ ઝોનમાં વાહનો મુકનાર લોકોના […]