Press Release
આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત અને નગરપાલિકા હસ્તકના ૬૬ તળાવોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ
Published on: 24/08/2026ગ્રામ પંચાયતોને અંદાજે રૂ. ૫૦ લાખથી વધુ આવક અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે થશે રોજગારીની નવી તકોનું સર્જન આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લા ખાતે સરકારશ્રીની ગામ તળાવ ઇજારા નીતિ-૨૦૦૩ ની જોગવાઈઓને આધારીત ગ્રામ પંચાયત અને નગરપાલિકા હસ્તકના કુલ ૬૬ તળાવોની ટેન્ડર પ્રક્રિયા આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા આણંદ સ્થિત અનિકેત […]
આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
Published on: 24/08/2026સમિતિના તમામ અધિકારીઓને નાગરિકોના પડતર પ્રશ્નોનું ત્વરિત સકારાત્મક નિરાકરણ કરવા તાકીદ કરાઈ આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નાગરિકોને લગતા વિવિધ વિષયોના પ્રશ્નો સામે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને પડતર પ્રશ્નોનો સત્વરે […]
રક્ષાબંધન પર્વ નિમિત્તે ટપાલ વિભાગ સ્પીડ પોસ્ટથી રાખડી મોકલવા પર ૧૦% ડિસ્કાઉન્ટ આપશે
Published on: 24/08/2026આણંદ ટપાલ વિભાગ દ્વારા રાખડી પોસ્ટ કરવા માટે વિશેષ રાહત અને વોટરપ્રૂફ કવરની સુવિધા શરૂ રાખડી મોકલવા માટેના કવર પર “રાખડી” અથવા “RAKHI” શબ્દ સ્પષ્ટપણે અને મોટા અક્ષરોમાં લખવો અનિવાર્ય આણંદ, શુક્રવાર , આણંદ ટપાલ વિભાગ દ્વારા આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવી રાખડીઓને સમયસર અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે એક વિશેષ […]
અંબાજી ખાતે ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમ મહામેળો, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી
Published on: 21/08/2026ભાદરવી પૂનમ મહામેળાના સુચારુ આયોજન અર્થે ૨૮ સમિતિઓની રચના નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે સુચારું આયોજન અર્થે આપ્યું માર્ગદર્શન શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત આદ્યશક્તિ પીઠ ખાતે યોજાનારા આ પવિત્ર મહોત્સવના સુચારુ […]
ઓડ ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ ની ઉજવણી: જંક ફૂડ છોડી પૌષ્ટિક આહાર અપનાવવા નગરપાલિકા પ્રમુખનું આહવાન
Published on: 20/08/2026પોષણ કાર્યક્રમમાં મિલેટ્સ અને ટીએચઆરની વાનગીઓનું પ્રદર્શન યોજાયું, પૌષ્ટિક વાનગી સ્પર્ધાના વિજેતાઓનું કરાયું સન્માન આણંદ, બુધવાર,આણંદ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈ.સી.ડી.એસ. આણંદ-૪ ઘટક દ્વારા ઓડ ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ કાર્યક્રમનું આયોજન ઓડ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખશ્રી સંજયભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં વર્તમાન સમયની ખાણીપીણીની આદતો અંગે ચિંતા વ્યક્ત […]
આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે i-Khedut પોર્ટલ પર વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા તા.૨૬ ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
Published on: 20/08/2026આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા અને કરવા માંગતા તમામ ખેડૂતો માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ જિલ્લાના ખેડૂતોને આર્થિક રીતે પ્રોત્સાહિત કરવા માટે i-Khedut પોર્ટલ તા.૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬ સુધી ખુલ્લું મૂકવામાં આવનાર છે. આણંદ જિલ્લાના બાગાયત ખાતાના નાયબ નિયામક દ્વારા […]
તારીખ 21 ઓગસ્ટ ના રોજ ખંભાત ખાતે ૭૭ મા વન મહોત્સવની ઉજવણી કરાશે
Published on: 20/08/2026ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતના સંકલ્પ સાથે આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા વિશેષ આયોજન આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત” ના ઉદ્દેશ્ય સાથે ૭૭ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી ખંભાતના નગરા રોડ પર આવેલી શ્રી જબરેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણના જન-આંદોલનને […]
આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે વિવિધ સહાય યોજનાઓ માટે ૨૦ ઓગસ્ટથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ થશે
Published on: 20/08/2026બાગાયત વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ૩૧ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા અને આ ક્ષેત્રે નવો પ્રારંભ કરવા માંગતા ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે તા.૨૦/૦૮/૨૦૨૬ થી ૩૧/૦૮/૨૦૨૬ સુધી આઈ-ખેડૂત (I-khedut) પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ખેડૂતો સહાય મેળવવા […]
આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ પાંચ ‘મૈત્રી કેન્દ્રો’ સ્થાપવા માટે મૈત્રી વર્કરોની ભરતી કરાશે
Published on: 20/08/2026પશુપાલકોને ઘરબેઠા કૃત્રિમ બીજદાન અને પ્રાથમિક પશુસારવાર પૂરી પાડવા આણંદ જિલ્લામાં મૈત્રી યોજનાનો અમલ ઉમેદવારોએ સાત દિવસમાં તાલુકા પશુદવાખાને અરજી કરવાની રહેશે આણંદ, બુધવાર, આણંદ જિલ્લાના પશુપાલકોને પશુપાલનની અદ્યતન સુવિધાઓ ઘરઆંગણે મળી રહે તે હેતુથી ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુળ મિશન પ્રોજેક્ટ અંતર્ગત નાયબ પશુપાલન નિયામકની કચેરી, આણંદ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મૈત્રી એટલે કે […]
તા.20 ઓગસ્ટ ના રોજ પેટલાદ તાલુકાના ઇસરામા ગામે ઓઇલ પામની ખેતી અંગે તાલીમ શિબિર યોજાશે
Published on: 20/08/2026પેટલાદના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાનારી તાલીમમાં આણંદ જિલ્લાના ખેડૂતો ભાગ લઈ શકશે ઈચ્છુક ખેડૂત ભાઈ-બહેનોએ નાયબ બાગાયત નિયામકની કચેરીએ નોંધણી કરાવવાની રહેશે આણંદ, બુધવાર , ભારત સરકારના નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ-ઓઇલ પામ યોજનાને વેગ આપવાના ઉમદા હેતુથી આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૦, ઓગસ્ટને ગુરૂવારના રોજ […]