Press Release
પેટલાદના મદદનીશ કલેકટરશ્રીએ ગ્રામ્ય વિસ્તારમાં મુલાકાત લઈ ને ગ્રામ સંવાદ કર્યો
Published on: 08/04/2025ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિકાલ કરવાના સ્તુત્ય પ્રયાસ કરાયા. આણંદ,શનિવાર: પેટલાદ મદદનીશ કલેકટર હિરેન બારોટ દ્વારા આજરોજ તાલુકાના અરડી અને રવીપુરા ગામે ગ્રામજનો સાથે લોક સંવાદ કરી લોકોના પ્રશ્નો/રજૂઆત સાંભળી, પ્રશ્નો બાબતે સંબધિત વિભાગને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. અરડી ગામે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક ચકાસણી કરી,દુકાનદારને જરૂરી સૂચનાઓ આપવામાં આવી […]
બોરસદ ખાતે ૭ માં પોષણ પખવાડિયા ઉજવણી નિમિત્તે અતિકુપોષિત બાળકો, કુપોષિત બાળકો, સગર્ભા માતા, ધાત્રીમાતા માટે આરોગ્યની તપાસ માટે મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો
Published on: 08/04/2025આણંદ, શનિવાર: આજરોજ બોરસદ ખાતે ૭ માં પોષણ પખવાડિયા ઉજવણી નિમિત્તે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર, વિદ્યાનગર, ICDS બોરસદ તાલુકો (ઘટક ૧-૨-૩) અને CVM હોમીયોપેથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી અતિકુપોષિત બાળકો, કુપોષિત બાળકો, સગર્ભા માતા, ધાત્રીમાતા માટે આરોગ્યની તપાસ માટે મેડિકલ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસરશ્રી તેજલબહેન શાહ દ્વારા લાભાર્થીને […]
આણંદના લાંભવેલ ખાતેના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના વરદહસ્તે કરાયું
Published on: 08/04/2025આણંદ, શનિવાર: ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળા, લાંભવેલના અંદાજિત કિંમત ૯૪ લાખ ૫૦ હજાર રૂપિયાની કિંમતના ૦૭ જેટલા વર્ગખંડોનું તથા પ્રાથમિક શાળા ખોડીયાર નગર (લાંભવેલ ) ખાતે રૂ.૧ કરોડ ૮ લાખ જેટલા ખર્ચે નિર્માણ થયેલ ૦૮ જેટલા વર્ગખંડોનું લોકાર્પણ આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે કર્યું હતું. આ વર્ગખંડોમાં બાળકો ને ભણવા માટે […]
આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ
Published on: 08/04/2025આણંદ, શનિવાર : આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. પ્રારંભમાં મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને સંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ ને આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેવા બદલ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત […]
હિટવેવને અનુલક્ષીને આણંદની જનતાને આરોગ્ય વિભાગની માર્ગદર્શક સૂચનાઓ
Published on: 05/04/2025આણંદ ,શુક્રવાર: ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવાના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે. લુ લાગવાના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી પરસેવો ખૂબ વધારે થાય છે અને જેના […]
દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે પેટલાદ એસ.એસ.હોસ્પિટલ કટિબધ્ધ – ડો. ગિરીશ કાપડિયા
Published on: 05/04/2025પેટલાદની એસ.એસ.હોસ્પિટલ ખાતે માર્ચ-૨૦૨૫ ના માસની કુલ ઓ.પી.ડી. ૧૭૯૪૨ નોંધાઈ આણંદ, શુક્રવાર : રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શ્રી સયાજી હોસ્પિટલ (એસ.એસ.હોસ્પિટલ), પેટલાદ ખાતે દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર છે. એસ.એસ.હોસ્પિટલ, પેટલાદના સિવિલ સર્જન શ્રી ડોક્ટર ગિરીશ કાપડિયાના જણાવ્યા મુજબ હોસ્પિટલ ખાતે દર્દીઓને લગતી વિવિધ સેવાઓ, પ્રસુતિને લગતી સેવાઓ, બાળ રોગ ઓ.પી.ડી., માનસિક રોગની […]
આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા
Published on: 05/04/2025આણંદ, શુક્રવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાની સૂચના મુજબ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ કરમસદ વેસ્ટ ઝોન સેનેટરી વિભાગ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર પાણીના જગ સપ્લાય કરતા બંને એકમ પર આકસ્મિક તપાસણી કરતા ઘણી ક્ષતિઓ જોવા મળી છે. જેમાં પાણીના ટાકા સફાઈ કરેલ ન હતા, પાણીના ટાંકામાં […]
આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ દરેક હોટલ રેસ્ટોરન્ટ પાસેથી રૂપિયા ૧.૦૦ લાખ જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરાયો
Published on: 05/04/2025હોટલ રેસ્ટોરન્ટ પાસેથી સોગંદનામું મેળવી હોટલ ખોલવાની પરમિશન અપાઇ. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટલ રેસ્ટોરન્ટ સ્વચ્છતા જાળવે તે ખૂબ જ જરૂરી. આણંદ, શુક્રવાર : આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપનાની સૂચના મુજબ ગત દિવસોમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટ તથા અન્ય ખાણી પીણીના સ્ટોલ ઉપર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં […]
લીમડો – પ્રાકૃતિક ખેતીનો every-day “ગ્રિન વોરિયર”
Published on: 05/04/2025ખેતરમાં લીમડાનું મહત્વ એવું છે જે “દવા પણ છે અને ઢાલ પણ.”. લીમડો ભારતની સંસ્કૃતિ અને આયુર્વેદમાં વિશેષ સ્થાન ધરાવે છે. પણ શું તમે જાણો છો કે લીમડો હવે પ્રાકૃતિક કૃષિમાં પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે? લીમડો એક એવું વૃક્ષ છે જે પ્રાકૃતિક ખેતીમાં ઘણી રીતે ઉપયોગી છે. તેના પાંદડા, બીજ, છાલ અને […]
આણંદ ખાતે તા.૧૯ મી એપ્રિલના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે
Published on: 03/04/2025આણંદ, બુધવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૧૯ એપ્રિલ ૨૦૨૫ના શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ ,આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે. સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિના ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત તમામ […]