BU પરમિશન/ફાયર એનઓસી વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગમાં લેવાતો આણંદનો એ- વન પાર્ટી પ્લોટ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કરાયો સીલ
Publish Date : 15/01/2026
આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલ એ- વન પાર્ટી પ્લોટ ના માલિક/ કબજેદારશ્રી પાસે તેમની મિલકત સંબંધિત પુરાવા, પરવાનગી રજૂ કરવા મહાનગરપાલિકા ના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા તારીખ 25/4/2025 અને તારીખ 06/01/2026 થી જણાવવામાં આવ્યું હતું.
આ બાબતે મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા એ વન પાર્ટી પ્લોટના માલિક/ કબજેદારશ્રીને વાણિજ્ય હેતુની બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી(BU ) અને ફાયર એન.ઓ.સી. રજૂ કરવા બાબતે નોટીસ આપવામાં આવી હતી, પરંતુ એવન પાર્ટી પ્લોટના સંચાલક/માલિક/ કબજેદાર યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા.
આમ, સક્ષમ સત્તાધિકારી પાસેથી કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ જેમાં વાણિજ્ય હેતુની બિનખેતી પરવાનગી, બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી (BU) અને ફાયર એન.ઓ.સી. મેળવી ન હોવાનું મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમને જાણવા મળ્યું હતું. આ ઉપરાંત એ વન પાર્ટી પ્લોટ ના માલિક/ કબજેદાર/સંચાલક દ્વારા તેમની જમીનમાં કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો.
આ ઉપરાંત આ પાર્ટી પ્લોટ નો ઉપયોગ સામાજિક પ્રસંગો માટે કરવામાં આવતો હોય અને આ મિલકતમાં માનવ મેદની એકત્રિત થતી હોવાથી માનવ જીવનની સલામતી માટે ફાયર એન.ઓ.સી. અત્યંત આવશ્યક હોય સક્ષમ સત્તાધિકારી પાસેથી ફાયર એન.ઓ.સી. મેળવી ન હોય આ મિલકતનો ઉપયોગ માનવ જીવન માટે અત્યંત જોખમકારક હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા એ વન પાર્ટી પ્લોટ માં ભવિષ્યમાં કોઈના જાન /માલને હાની ન પહોંચે તે હેતુસર તાત્કાલિક ધોરણે થી એ વન પાર્ટી પ્લોટ ને કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યો છે.