આણંદ જિલ્લા કલેક્ટર ઉત્સવ ગૌતમે બોરસદ અને આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ વહીવટી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

Publish Date : 28/11/2026
આણંદ જિલ્લા કલેક્ટર ઉત્સવ ગૌતમે બોરસદ અને આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ વહીવટી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર અને શાળાઓમાં માળખાકીય સુવિધાઓ તેમજ લોકસુખાકારીના પ્રશ્નોનું સ્થળ પર નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી

સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અપાયું

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લા કલેક્ટર શ્રી ઉત્સવ ગૌતમે ગ્રામીણ સ્તરે સરકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓના અમલીકરણની પ્રત્યક્ષ જાણકારી મેળવવાના હેતુથી બોરસદ અને આંકલાવ તાલુકાના વિવિધ ગામોનો પ્રવાસ ખેડ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયતના રેકર્ડ, આરોગ્ય સેવાઓ અને શિક્ષણની ગુણવત્તા જેવી મહત્વપૂર્ણ બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી સુચનાઓ આપી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી ઉત્સવ ગૌતમે બોરસદ તાલુકાના દેદરડા, કાવીઠા અને દાવોલ ગામની મુલાકાત લઈને ગ્રામીણ વ્યવસ્થાપનનું નિરીક્ષણ કર્યું હતું. કાવીઠા ગામની મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયતમાં લાભાર્થીઓને અપાતા વિવિધ લાભોની વિગતો મેળવી હતી અને પંચાયતના સામાન્ય દફતરની જીણવટભરી તપાસણી કરી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચીને કલેક્ટરે ત્યાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ ચકાસી હતી અને હાજર આરોગ્ય કર્મીઓ સાથે ચર્ચા કરી દર્દીઓને અપાતી સારવાર અંગે પૃચ્છા કરી હતી. આ ઉપરાંત પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના કૌશલ્ય અને શૈક્ષણિક સ્તરની જાણકારી મેળવી હતી.

કલેક્ટર શ્રી ઉત્સવ ગૌતમે બોરસદના ત્રણેય ગામોમાં પંચાયત દફતરો અને આરોગ્ય કેન્દ્રોની સ્વચ્છતા તેમજ વ્યવસ્થા ચકાસવા સાથે ગ્રામીણ સેવાઓ વધુ બહેતર બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે લાભાર્થીઓને મળતી સહાયમાં કોઈ વિલંબ ન થાય અને લોકપ્રશ્નોનું ત્વરિત નિવારણ આવે તે માટે સંબંધિત અધિકારીઓને કહ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય અને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે પણ તેમણે માર્ગદર્શન આપ્યું  હતું.

જિલ્લા કલેક્ટરશ્રી એ આંકલાવ તાલુકાના નવાપુરા, ગંભીરા અને ભાણપુરા ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પણ તેમણે સ્થાનિક ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરી હતી. ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓની સ્થિતિ અને વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને અપાતી સહાયના મુદ્દે તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધારવા અને પ્રજાલક્ષી કાર્યોમાં પારદર્શિતા લાવવા માટે કલેક્ટરશ્રીએ સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી.