પેટલાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Publish Date : 27/11/2026
પેટલાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

કુલ 09 પ્રશ્નોનો સ્થળ ઉપર જ કરવામાં આવ્યો હકારાત્મક નિકાલ

આણંદ, ગુરૂવાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીના અધ્યક્ષસ્થાને પેટલાદ ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પેટલાદ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરાયેલ કુલ 12 પ્રશ્નો પૈકી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જરૂરી જાણકારી મેળવી અરજદાર સાથે રૂબરૂમાં સંવાદ સાધીને

પ્રજાના વિવિધ પ્રશ્નોમાં દબાણ દૂર કરવાના પ્રશ્નો, રોડ અને રસ્તાને લગતા, સ્વચ્છતા અંગેના પ્રશ્નો, સિંચાઈ વિભાગના પ્રશ્નો, ગ્રામ પંચાયતના પ્રશ્નો, નગરપાલિકાના પ્રશ્નો મળીને કુલ 09 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કર્યું હતું. જ્યારે 03 પ્રશ્નો હાલમાં પેન્ડિંગ રાખવામાં આવ્યા છે.

પેટલાદ ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પેટલાદ ના પ્રાંત અધિકારી શ્રી કિંજલબેન રબારી, મામલતદાર શ્રી કે ડી. સોલંકી, તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ.વી.સોલંકી, પેટલાદ નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી કૃણાલ પટેલ, નાયબ મામલતદાર શ્રી વિશાલ સોલંકી અને શ્રી પુજારા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, તલાટી શ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.