વલાસણ ધામ ખાતે મેલડી માતાજીના દર્શન અને પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્ણ વંદન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Publish Date : 25/11/2026
વલાસણ ધામ ખાતે મેલડી માતાજીના દર્શન અને પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્ણ વંદન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

આણંદ, સોમવાર , આણંદ જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરડ ખાતેના કાર્યક્રમ બાદ વલાસણ સ્થિત શ્રી મેલડી માતાજી મંદિર (વલાસણ ધામ) ખાતે આવી શ્રી મેલડી માતાજીના દર્શન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વલાસણ ધામ શ્રી મેલડી માતાના મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન માતાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્ણ વંદન કર્યા હતા. ત્યારબાદ તેમણે મંદિરના પ્રાંગણમાં આવેલ મેલડી માતાજીના પ્રાગટ્ય સ્થાન એવા ‘સિંદૂરિયા કેરડા’ના વૃક્ષના પણ દર્શન કર્યા હતા.

આ તકે મંદિરના પૂજારી શ્રી યોગેશભાઈ ત્રિવેદીએ મુખ્યમંત્રીશ્રીને શ્રી મેલડી માતાના મંદિરની મહિમા અને તેના ઐતિહાસિક મહત્વ અંગે માહિતી આપી હતી. તેમજ પૂજારીશ્રી દ્વારા મુખ્યમંત્રીશ્રીને માતાજીની પ્રતિકૃતિ(ફોટો), ચુંદડી અને પ્રસાદ ભેંટરૂપે આપવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન મંદિરના પ્રાંગણમાં ટ્રસ્ટીશ્રીઓ અને સ્થાનિક અગ્રણીઓએ ગુલાબનું ફૂલ આપી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, કરમસદ આણંદ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આર.એન.ડોડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી સહિત સ્થાનિક અગ્રણીઓ અને મંદિરના ટ્રસ્ટીશ્રીઓ તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.