પોલિયો રવિવાર, 22 નવેમ્બર 2026

Publish Date : 23/11/2026
પોલિયો રવિવાર, 22 નવેમ્બર 2026

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં યોજાયું પોલિયોના બે ટીપા ભૂલકાઓને પીવડાવવાનું અભિયાન

મેયર શ્રી દીપિકાબેન પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને કમિશનર શ્રી આર. એન. ડોડીયા, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનએ ભૂલકાઓને પીવડાવ્યા પોલિયોની રસીના ટીપા

મહાનગર પાલિકા વિસ્તારમાં 37,386 ભૂલકાઓને પોલિયોની રસી પીવડાવવાનું આયોજન

આણંદ, રવિવાર,  કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં તા. ૨૨ થી તા. ૨૪ નવેમ્બર દરમ્યાન પોલિઓ રસીકરણના રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાઉન્ડ દરમ્યાન કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૩૭, ૩૮૬ જેટલા ૦ થી ૫ વર્ષના બાળકોનું રસીકરણ કરવામાં આવશે. આ કામગીરી માટે ૧૧૯ જેટલા બૂથ, અને ૨૩૮ હાઉસ-ટુ-હાઉસ, મોબાઈલ અને ટ્રાન્ઝિટ ટીમોને કાર્યરત કરવામાં આવી છે. 

આ અન્વયે આજરોજ પહેલા દિવસે ભૂલકાઓને પોલિયોની રસીના બે ટીપા પીવડાવવાની કામગીરીનો શુભારંભ મહાનગરપાલિકાના મેયરશ્રી શ્રીમતી દીપિકાબેન પટેલ દ્વારા લાંભવેલ ખાતેથી કરાવવામાં આવ્યો હતો. આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલે નહેરુબાગ આરોગ્ય કેન્દ્ર ખાતે, કમિશ્રનરશ્રી આર. એન. ડોડીયા અને ડેપ્યુટી મેયર શ્રી કમલેશભાઈ ડાભી દ્વારા વિધાનગર આરોગ્ય કેન્દ્ર ખાતેથી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર પીપી યુનિટ ખાતેથી પોલિઓ રસીકરણની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો. 

આ ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ સમિતિ ચેરમેનશ્રી અને કોર્પોરેટરશ્રી દ્વારા વિવિધ આરોગ્યકેન્દ્રો ખાતે પોલિઓ રસીના બે ટીપા ભૂલકાઓને પીવડાવવામાં આવ્યા હતા.

આજે પહેલા દિવસે બાકી રહેલા ભૂલકાઓને તારીખ 23 અને તા. 24 નવેમ્બરના રોજ ઘરે-ઘરે ફરીને આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોલીઓની રસીના બે ટીપા પીવડાવવા આવે ત્યારે 0 થી 5 વર્ષ સુધીના ભૂલકાઓને પોલિયોની રસીના ટીપા પીવડાવીને સહયોગ આપવા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

પોલિયો રવિવાર, 22 નવેમ્બર 2026

પોલિયો રવિવાર, 22 નવેમ્બર 2026

પોલિયો રવિવાર, 22 નવેમ્બર 2026

પોલિયો રવિવાર, 22 નવેમ્બર 2026

પોલિયો રવિવાર, 22 નવેમ્બર 2026

પોલિયો રવિવાર, 22 નવેમ્બર 2026

પોલિયો રવિવાર, 22 નવેમ્બર 2026

પોલિયો રવિવાર, 22 નવેમ્બર 2026