બે ટીંપા જિંદગીના, આણંદ જિલ્લામાં યોજાયું પોલિયો રસીકરણ અભિયાન

Publish Date : 23/11/2026
બે ટીંપા જિંદગીના, આણંદ જિલ્લામાં યોજાયું પોલિયો રસીકરણ અભિયાન

આરોગ્ય કેન્દ્ર, ગણેશ ચોકડી આણંદ ખાતે કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ ભૂલકાઓને પોલીયોનાં બે ટીપાં પીવડાવ્યા
ત્રણ દિવસ દરમિયાન આણંદ જિલ્લામાં 2,51,824 ભૂલકાઓને પોલિયોની રસી પીવડાવવાનો લક્ષ્યાંક
આણંદ, રવિવાર, રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા  આણંદ જિલ્લામાં  તા.22 નવેમ્બર થી તા.24  નવેમ્બર દરમિયાન પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના ભાગરૂપે આજે આણંદના ગણેશ ચોકડી વિસ્તારના આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી દ્વારા 0 થી 5 વર્ષ સુધીના ભૂલકાઓને બે ટીપા પોલીયોની રસીના પીવડાવીને પોલિયો ઝુંબેશની શરૂઆત કરાવી હતી.

કલેકટર શ્રીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના બે ટીપા અવશ્ય પીવડાવજો. આણંદ જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાનની ઝુંબેશમાં બાળકોને બે ટીપા પોલિયોની રસી પીવડાવી દેશને પોલીયો મુક્ત બનાવવામાં યોગદાન આપવા અનુરોધ  કર્યો હતો. કોઈપણ બાળક પોલિયોની રસી વિના રહી ન જાય તે માટે તેમણે આણંદ જિલ્લાના નગરજનોને અપીલ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં કુલ 2,51,824 જેટલા ભૂલકાઓને પોલીયોની રસીના બે ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. તારીખ 22 નવેમ્બર એટલે કે પહેલા દિવસે બાકી રહેલા ભૂલકાઓને તારીખ 23 અને તારીખ 24 ના રોજ બાકી રહેલા બાળકોને આરોગ્ય-કર્મી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેનો, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને પોલિયોનાં બે ટીપા પીવડાવવામાં આવશે. જેથી આજે પહેલા દિવસે બાકી રહેલ બાળકોને બીજા અને ત્રીજા દિવસે ઘરે રસી પીવડાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ આવે ત્યારે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

તારીખ 23 અને તારીખ 24 નવેમ્બરના દિવસે આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ઉપરાંત રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ચોકડી વિસ્તાર, ઝુપડપટ્ટી, ઈટોના ભઠ્ઠા,કન્સ્ટ્રકશન સાઈટ જેવા વિસ્તારોમાં મોબાઈલ ટીમ ધ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવશે અને બાકી રહેલા ભૂલકાઓને પોલિયોના બે ટીપા આપવામાં આવશે.

આરોગ્ય કેન્દ્ર ગણેશ ચોકડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તેમની ટીમ, આશા વર્કરો, આંગણવાડીની બહેનો તથા માતાઓ પોતાના ભૂલકાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

બે ટીંપા જિંદગીના, આણંદ જિલ્લામાં યોજાયું પોલિયો રસીકરણ અભિયાન

બે ટીંપા જિંદગીના, આણંદ જિલ્લામાં યોજાયું પોલિયો રસીકરણ અભિયાન

બે ટીંપા જિંદગીના, આણંદ જિલ્લામાં યોજાયું પોલિયો રસીકરણ અભિયાન

બે ટીંપા જિંદગીના, આણંદ જિલ્લામાં યોજાયું પોલિયો રસીકરણ અભિયાન