કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે બોરસદ તાલુકાના વિવિધ ગામોમાં રૂ. ૩.૭૭ કરોડના ખર્ચે પાંચ માર્ગોનું ખાતમુહૂર્ત
બોરસદ તાલુકાના દહેવાણ, બદલપુર અને ડાલી ખાતેથી ૦૭ કિમીથી વધુ લંબાઈના માર્ગોના કામોનું ખાતમુહૂર્ત કરાયુ
આણંદ, શનિવાર , આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે કુલ રૂપીયા ૩.૭૭ કરોડ (૩૭૭ લાખ)ના ખર્ચે નિર્માણ થનાર કુલ ૭.૦૨ કિમી લંબાઈના પાંચ મહત્વપૂર્ણ માર્ગોના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી રમણભાઈ સોલંકી જણાવ્યું હતું કે આ પાંચેય માર્ગોના નવીન નિર્માણ અને રીસરફેસિંગની કામગીરી પૂર્ણ થવાથી દહેવાણ, બદલપુર, ડાલી, હરસિદ્ધપુરા, રામનગર, છીણાપુરા, વાંટાપુરા અને રણછોડપુરા સહિતના આસપાસના ગામોના નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ ક્ષેમકલ્યાણી માતા મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓને બારેમાસ સુગમ અને સુરક્ષિત અવરજવરની સુવિધા ઉપલબ્ધ થશે. વધુમાં મંત્રીશ્રીએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (MMGSY) હેઠળ કાચા માર્ગોનું પાક્કા ડામર રોડમાં રૂપાંતર થવાથી ચોમાસા દરમિયાન ગ્રામજનોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે અને ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત બોરસદ તાલુકાના દહેવાણ ખાતે રૂપીયા ૭૧ લાખના ખર્ચે ૧.૧૦ કિમી લંબાઈના દહેવાણ-હરસિદ્ધપુરા-રામનગર રોડ (MMGSY કાચી નળીમાંથી પાક્કો ડામર રોડ) તેમજ રૂપીયા ૧૦૮ લાખના ખર્ચે ૨.૪૫ કિમી લંબાઈના દહેવાણ-છીણાપુરા રોડના રીસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ બદલપુર ખાતે રૂપીયા ૬૯ લાખના ખર્ચે ૧.૧૦ કિમી લંબાઈના બદલપુર-વાંટાપુરા-ક્ષેમકલ્યાણી માતા મંદિર રોડનું ખાતમુહૂર્ત સંપન્ન કરાયુ હતું.
આ ઉપરાંત, ડાલી ખાતે રૂપીયા ૫૧ લાખના ખર્ચે ૦.૮૬ કિમી લંબાઈના ડાલી-દાન તલાવડી રોડ (MMGSY કાચાથી પાકો ડામર રોડ) અને રૂપીયા ૭૮ લાખના ખર્ચે ૧.૫૧ કિમી લંબાઈના ડાલી-રણછોડપુરા રોડના રીસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આણંદના સ્થાનિક પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.