આણંદ જિલ્લા કલેકટરશ્રી ઉત્સવ ગૌતમે ખંભાત તાલુકાના કાણીસા, છતરડી અને નગરા ગામની લીધી મુલાકાત
ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ વિકાસ, આરોગ્ય અને પોષણ કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટરશ્રી ઉત્સવ ગૌતમ
લોકપ્રશ્નોના નિવારણ અને જરૂરી સુવિધાઓની ચકાસણી કરી ગ્રામીણ સેવાઓ અને સ્વછતા અંગે સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા
આણંદ, શુક્રવાર , ગ્રામીણ કક્ષાએ ચાલતી વિવિધ વિકાસલક્ષી, આરોગ્ય અને કલ્યાણકારી કામગીરીની સઘન સમીક્ષા કરવાના હેતુથી આણંદના જિલ્લા કલેકટરશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા ખંભાત તાલુકાના કાણીસા, છતરડી અને નગરા ગામોની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને નાગરિકોને તમામ જરૂરી સુવિધાઓ સરળતાથી અને સમયસર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાણીસા ગામની મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરશ્રીએ ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગ્રામ પંચાયત ખાતે આયોજનના કામોની ચકાસણી કરવાની સાથે લાભાર્થીઓને મળતી વિવિધ સહાય અંગે સમીક્ષા કરી હતી તથા આગળના આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રની મુલાકાત વેળાએ તેમણે બાળકોની ઊંચાઈની માપણી અને ‘પોષણ ટ્રેકર’ની કામગીરીની રેન્ડમલી ચકાસણી કરી પોષણ સ્તર અંગે ખાતરી કરી હતી.
ત્યારબાદ જિલ્લા કલેકટરશ્રી ઉત્સવ ગૌતમે છતરડી ગ્રામ પંચાયત અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ત્યાંની કામગીરી તપાસી હતી. તેમણે ગ્રામ પંચાયત ખાતે લાભાર્થીઓને અપાતી સહાય તથા ગામના સ્થાનિક પ્રશ્નો સહિતના વિવિધ મુદ્દે ઉપસ્થિત અગ્રણીઓ અને ગ્રામજનો સાથે ચર્ચા કરી, ગ્રામપંચાયતના સામાન્ય દફતરની ચકાસણી કરી હતી. આ તકે તેમણે ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે બહેનો સાથે સંવાદ સાધી તેઓની કામગીરી અંગે માહિતી મેળવી હતી.
નગરા ગામની મુલાકાત દરમિયાન કલેકટરશ્રીએ ગ્રામ પંચાયતના દફતરની ચકાસણી કરી, ત્યારબાદ આરોગ્ય પેટા કેન્દ્રમાં ગ્રામજનોને અપાતી આરોગ્ય સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથોસાથ ગામના ઐતિહાસિક નટેશ્વર તળાવની મુલાકાત લઈ તળાવ પર સફાઈ સહિતની જાળવણીની કામગીરી સુચારુ રીતે હાથ ધરવા માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.