આણંદ જિલ્લામાં તા. ૨૨ થી ૨૪ નવેમ્બર દરમિયાન પોલિયો રસીકરણ ઝુંબેશ યોજાશે

Publish Date : 21/11/2026
આણંદ જિલ્લામાં તા. ૨૨ થી ૨૪ નવેમ્બર દરમિયાન પોલિયો રસીકરણ ઝુંબેશ યોજાશે

જિલ્લા કલેક્ટરશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ

જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજિત ૨,૫૧,૮૨૪ બાળકોને પોલિયોના રસી પીવડાવવાનું લક્ષ્યાંક

આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આણંદ જિલ્લામાં આગામી તા. ૨૨, ૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ જિલ્લામાં યોજાનાર પોલિયો રસીકરણ કાર્યક્રમના સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમિયાન આણંદ જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજિત કુલ ૨,૫૧,૮૨૪ બાળકોને પોલિયોની રસી પીવડાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.  જિલ્લામાં ૦ થી ૫ વર્ષ સુધીના કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રસીકરણ બૂથ, ટ્રાન્ઝિટ પોઈન્ટ તેમજ મોબાઈલ ટીમોનું સુઆયોજન કરવા, તેમજ સ્થળાંતરિત શ્રમિકો, બાંધકામ સાઈટ, ઝૂંપડપટ્ટી અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ, ICDS, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, નગરપાલિકા સહિતના સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાધી વ્યાપક જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવા, પોલિયો રસીનો પૂરતો જથ્થો અને કોલ્ડ ચેઈનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ રસીકરણ કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

બેઠકમાં આ રસીકરણ અભિયાન દરમિયાન કોઈ પણ બાળક રસીથી વંચિત ન રહે તે માટે બાકી રહી ગયેલા બાળકોને આવરી લેવા ઘરે-ઘરે મુલાકાતની કામગીરી અસરકારક રીતે હાથ ધરી ૧૦૦ ટકા રસીકરણનું લક્ષ્ય હાંસલ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.