ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરાઈ
સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયરશ્રી દિપીકાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ ટાઉનહોલ ખાતે ઉજવાયો જનજાતીય ગૌરવ દિવસ
ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી રમતવીરોનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું
ડાંગ જિલ્લા ખાતેથી પધારેલ આદિવાસી સમાજના ભાઈઓ, બહેનોએ ડાંગી નૃત્ય પ્રસ્તુત કર્યું
આણંદ, રવિવાર , કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ, આણંદ ખાતે આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ–૨૦૨૬’ની ભવ્ય અને પ્રેરણાદાયી ઉજવણી ખેડાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયરશ્રી દિપીકાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના ઉત્થાન, સંઘર્ષ અને તેમના બલિદાનને યાદ કરી તેમના આદર્શોને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ખેડાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજના આ શુભ દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૧માં ૧૫મી નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઘોષિત કરી નવી પેઢીને ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને બલિદાનથી માહિતગાર કરવાનું મોટું કાર્ય કર્યું છે. બ્રિટિશ શાસન અને જમીનદારો સામે આદિવાસી સમાજે કરેલા ઐતિહાસિક સંઘર્ષ તથા ‘ધરતી આબા’ તરીકે ઓળખાતા ભગવાન બિરસા મુંડાના જીવન-કવનને ઇતિહાસમાં યોગ્ય સ્થાન અપાવવાની નેમ વડાપ્રધાનશ્રીએ લીધી છે.
સાંસદશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ માત્ર ૧૯મી સદીના અંતમાં જળ, જંગલ અને જમીનની રક્ષા માટેના સંઘર્ષની સાથે સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરી, સ્વચ્છતાનો આગ્રહ રાખી અને નૈતિક મૂલ્યો સ્થાપવા માટેના પ્રયાસ પણ કર્યા હતા. તેમનું સમગ્ર જીવન રાષ્ટ્ર અને સમાજ સેવા માટે સમર્પિત હતું, જે આપણા સૌ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે.
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે મહારાષ્ટ્રના ગઢચિરોલી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા, જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી રમતવીરોનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રમતવીરોની સિદ્ધિઓને બિરદાવી તેમને ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે વધુ પ્રગતિ કરી જિલ્લા તથા રાજ્યનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં વક્તાઓએ ભગવાન બિરસા મુંડાના સંઘર્ષમય જીવન, શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને આદિવાસી સમાજના હક્કો તથા અસ્મિતાના રક્ષણ માટેના તેમના અમૂલ્ય યોગદાન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો.
પ્રારંભમાં ડાંગ જિલ્લા ખાતેથી પધારેલ આદિવાસી સમાજના ભાઈઓ, બહેનોએ ડાંગી નૃત્ય પ્રસ્તુત કર્યું હતું જ્યારે નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી પ્રતીક સંગાડા દ્વારા સૌનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું અને કાર્યક્રમના અંતમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ. કે. ગરવાલે સૌ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી આર.એન.ડોડીયા, ડેપ્યુટી મેયરશ્રી કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મયુરભાઈ સુથાર તેમજ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ તેમજ આણંદ જિલ્લામાં રહેતા આદિજાતિ સમાજના ભાઈઓ અને બહેનો તથા મોટી સંખ્યામા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.