અખબારી યાદી

Publish Date : 17/11/2026
અખબારી યાદી

સોજીત્રા તાલુકાના ઋણજ ગામે અંદાજે રૂ. ૪૫ લાખના ખર્ચે નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરાયું

આણંદ, શુક્રવાર , સોજીત્રા તાલુકાના ઋણજ ગામે શ્રી દુર્ગા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાન્તાબેન સોમાભાઈ પટેલ વિદ્યા મંદિર ખાતે દાતાશ્રી ભાવેશભાઈ પટેલ તથા શ્રીમતી અલ્પાબેન પટેલ પરિવારના આર્થિક સહયોગથી અંદાજે રૂ. ૪૫ લાખના ખર્ચે નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ  ગોકુલધામ સંસ્થાના કોઠારી સંત પ.પૂ. શ્રી સુકદેવપ્રસાદ સ્વામી, પ.પૂ. સંત શ્રી હરિકૃષ્ણ સ્વામી તથા સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દાતાશ્રીના પરિવારના વરદ હસ્તે યોજાયો હતો.

ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાયુક્ત શૈક્ષણિક વાતાવરણ મળી રહે તેવા ઉમદા હેતુથી દાતા પરિવાર દ્વારા આ પ્રશંસનીય અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને મહાનુભાવોએ દાતા પરિવારની શિક્ષણ પ્રત્યેની સેવાભાવનાને બિરદાવી હતી અને નવનિર્મિત વર્ગખંડો થકી શાળાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને નવી ગતિ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સોનલબેન ગોહેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી કિંજલબેન રાઠોડ અને શ્રી રણછોડભાઈ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી શક્તિસિંહ મહિડા તેમજ જિલ્લા સહકારી સંઘના ચેરમેનશ્રી રજનીકાંતભાઈ પટેલ તથા જિલ્લાના અગ્રણી સર્વ શ્રી છત્રસિંહ જાદવ, બળદેવભાઈ પરમાર, ભરતભાઈ સોલંકી, રાકેશભાઈ બારોટ ઉપરાંત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રી પ્રવિણભાઈ પરમાર, શ્રી જનકભાઈ પટેલ, વિવિધ શાળાઓના શિક્ષકગણ, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી