આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન  ન્યુ ઓક્શન શરૂ

Publish Date : 12/11/2026

તા.13 થી 17 નવેમ્બર સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

આણંદ, શનિવાર ,એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગીના નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ LMV ની NEW SERIES – GJ23-CL-0001 થી 9999 શરૂ કરવામાં આવી છે.

 પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ONLINE http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે.

 તા.13/11/2026 ના રોજ સમય 16-00 PM થી તા.17/11/2026ના રોજ સમય 16-00  PM સુધીના દિવસો દરમિયાન AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. ત્યારબાદ તા.17/11/2026 ના રોજ સમય 16-00 PM થી તા.19/11/2026 ના રોજ સમય 16-00 PM સુધીમાં AUCTION નું Bidding કરવાનું રહેશે.

વધુમાં વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી 60  દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. જે અરજદારે ખરીદી સમયથી સાત (07) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવા જ અરજદારો AUCTION માં ભાગ લઇ શકશે, તેમ આણંદના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.