પેટલાદ તાલુકામાં રૂ. ૨.૪૫ કરોડના ખર્ચે ૪ ગરનાળાના નિર્માણ માટે મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

Publish Date : 07/11/2026
પેટલાદ તાલુકામાં રૂ. ૨.૪૫ કરોડના ખર્ચે ૪ ગરનાળાના નિર્માણ માટે મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

આણંદ, શુક્રવાર, પેટલાદ તાલુકામાં આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે આજે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મહત્વપૂર્ણ વિકાસકાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે પેટલાદ તાલુકાના  કુલ ૪ ગરનાળાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અંદાજિત ૨.૪૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ ગરનાળાઓ આગામી સમયમાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો માટે પરિવહન ક્ષેત્રે આશીર્વાદરૂપ સાબિત થશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે આ વિકાસલક્ષી કાર્યો અંતર્ગત વિશ્રામપુરા થી રૂપિયાપુરા સીમ વિસ્તાર ઉપરનું ગરનાળું, દાવલપુરા ઉપરનું ગરનાળું, જોગણ સ્ટેટ હાઇવેથી સીમ વિસ્તારનું ગરનાળું તેમજ સરદારપુરા સ્ટેટ હાઇવે ઉપરના ગરનાળાનો સમાવેશ થાય છે. આ ચારેય વિકાસકામો પાછળ અંદાજિત કુલ ૨.૪૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી સીમ વિસ્તારોમાં ખેતીવાડી અને સામાન્ય આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે તેમ કહીને સરકારની વિકાસ પ્રત્યેની કટિબદ્ધતા દોહરાવી હતી.

ખાતમુહૂર્તના આ અવસરે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ પરમાર, ઉપપ્રમુખ જ્યોતિબેન સોલંકી, જિલ્લા પંચાયત સભ્ય જગદીશભાઈ વણકર, તાલુકા પંચાયત સભ્ય દિનેશભાઇ ઠાકોર, જીતુભાઇ પટેલ, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર અંકુર રાઠોડ, અગ્રણી શ્રી વિજયભાઈ ચાવડા, કેયુરભાઈ બારોટ અને જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય ચેરમેન પ્રકાશભાઈ પટેલ, સુનિલભાઈ રાજપૂત, રાજેન્દ્રભાઈ પરમાર અને જીગ્નેશભાઈ પટેલ સહિત વિશ્રામપુરાના સરપંચ રમણભાઈ ઠાકોર તથા શાહપુરના સરપંચ અરવિંદભાઈ ઠાકોર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.