મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે તારાપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા નિગમનું ૭૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળા ગોડાઉનનું ખાતમુહૂર્ત કરાયું

Publish Date : 06/11/2026
મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે તારાપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા નિગમનું ૭૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળા ગોડાઉનનું ખાતમુહૂર્ત કરાયું

આણંદ, ગુરૂવાર , ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાઓને લગતી બાબતોના મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈન્દ્રણજ ગામે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મંજૂર થયેલ ૭૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળું નવુ ગોડાઉન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી જરૂરિયાત મુજબનું તમામ અનાજ (ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ, ચણા, મીઠું, ખાંડ વગેરે) નિયમિતપણે પૂરું પાડવામાં આવે છે. તેમણે તારાપુર તાલુકામાં છેવાડાના માનવી સુધી જનકલ્યાણકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ પહોંચી શકે હેતુથી તાલુકાના આશરે ૧૨,૦૮૮ જેટલા પરિવારો અને ૧૧,૧૫૨ જેટલા અંત્યોદય રેશનકાર્ડધારકો સહિત કુલ ૬૦,૦૦૦થી વધુ લોકોને સરકારના નિયમ મુજબ દર મહિને ઘઉં, ચોખા, બાજરી, તુવેરદાળ, ચણા, મીઠું અને ખાંડ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે અને તે ઉપરાંત દિવાળી અને જન્માષ્ટમી જેવા તહેવારો ટાણે સરકાર દ્વારા ખાંડ અને તેલનું પણ વિતરણ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ આગામી સમયમાં ખેડૂતો અને નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસના કાર્યો વધુ વેગવંતા બનાવાશે તેમ જણાવતા ઉમેર્યું હતું કે, ડાંગર પાક અને સિંચાઈ માટે સ્થાનિક જનપ્રતિનિધિઓના સતત પ્રયાસોથી પાણીની વ્યવસ્થાઓ સુદઢ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રોડ-રસ્તાઓ, માળખાકીય સુવિધાઓ તેમજ સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ અને પ્રજાની અપેક્ષાઓ સંતોષવા માટે હરહંમેશ કાર્યરત છે.

આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઈ પટેલે  જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જનકલ્યાણ તથા વિકાસના વ્યાપક કાર્યો થઈ રહ્યા છે. સોજિત્રા મત વિસ્તારમાં ધારાસભ્યશ્રીના સક્રિય પ્રયાસોથી અત્યાર સુધીમાં રૂ. ૧૮૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યો થયા છે અને આગામી સમયમાં વધુ વિકાસ કાર્યો માટે તેઓ કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.

સાંસદશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ પર અનાજની ખરીદી સતત વધારવામાં આવી રહી છે, જેના પરિણામે અનાજ સંગ્રહ માટે ગોડાઉનોની જરૂરિયાત ઉભી થતાં આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈન્દ્રાણજ ગામે ૭૦૦ મેટ્રિક ટન ક્ષમતાના નવા ગોડાઉનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર આણંદ જિલ્લાના ગામડાઓમાં નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રૂ. ૫૦૦ કરોડથી વધુના ખર્ચે ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી ગ્રાન્ટ ફાળવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે તેમ કહી તેમણે છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવા સૌને સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો હતો. 

આ તકે ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલે વિસ્તારના સર્વાંગી વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તારાપુર પંથકમાં શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને માળખાકીય સુવિધાઓ માટે કરોડો રૂપિયાના વિકાસકાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. વિસ્તારમાં પ્રવાસનને વેગ આપવા માટે કનેવાલ તળાવને રૂ. ૧૧૦ કરોડના ખર્ચે ટુરિઝમ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં એડવેન્ચર પાર્ક, બોટિંગ અને ટેન્ટ સિટી જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે. આ ઉપરાંત, તારાપુર ખાતે અંદાજે રૂ. ૩૦૭ કરોડના ખર્ચે બનનાર આણંદ જિલ્લાના સૌથી લાંબા અને ભવ્ય ઓવરબ્રિજ તેમજ સર્વિસ રોડના કામોથી ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. તારાપુરની નાની ચોકડીને આધુનિક ‘મેગા ચોકડી’ તરીકે વિકસાવવા માટે ફોરલેન કામગીરી હાથ ધરવામાં આવશે.

વધુમાં તેમણે આ વિસ્તારના યુવાનોને ઉચ્ચ શિક્ષણ ઘરઆંગણે જ મળી રહે તે માટે સરકારી કોલેજના નિર્માણની સાથે રૂ. ૭ કરોડના ખર્ચથી આધુનિક પુસ્તકાલયનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે પાયાની સુવિધાઓ વધારવા માટે ૮૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલ અને સીએસસી (CSC) રોડના વિકાસકાર્યો પણ પ્રગતિ હેઠળ છે. સરકાર દ્વારા જનકલ્યાણ અર્થે કરવામાં આવી રહેલા આ તમામ વિકાસકાર્યોથી તારાપુર તાલુકાના નાગરિકોના જીવનધોરણમાં મોટો સકારાત્મક બદલાવ આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે તારાપુર તાલુકાના વિવિધ ગામના સરપંચો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ દ્વારા તાલુકાના ટોલ ગામના વિકાસ કાર્યો માટે ગામના આગેવાનોને પોતાના માસિક પગારની રકમ અર્પણ કરવામાં આવી હતી.     

આ ખાતમુહૂર્ત પ્રસંગે તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નમનકુમાર વ્યાસ, તારાપુર નગરપાલિકાના પ્રમુખશ્રી રશ્મિકાબેન પટેલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તેમજ સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.