કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે મહિલા આરોગ્ય અને મેનોપોઝ જાગૃતિ શિબિર યોજાઈ

Publish Date : 03/11/2026
કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે મહિલા આરોગ્ય અને મેનોપોઝ જાગૃતિ શિબિર યોજાઈ

ડૉ. પલકબેન ઠક્કરનું પ્રેરણાદાયી માર્ગદર્શન

​આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના UCD/NULM વિભાગ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય અને વિવિધ શારીરિક સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના આશયથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરમસદ આણંદ મહાનગરપાલિકા અને ઇનરવ્હીલ ડાઉન ટાઉન આણંદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ શિબિરમાં મહિલાઓના સર્વાંગી સ્વાસ્થ્ય સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

​આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ઉષા નર્સિંગ હોમના M.D. ગાયનેકોલોજિસ્ટ ડૉ. પલકબેન ઝુબીનભાઈ ઠક્કરે ખૂબ જ સરળ, સુગમ અને સચોટ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે મેનોપોઝ, પેરી-મેનોપોઝ, પોસ્ટ-મેનોપોઝ, કેન્સર જાગૃતિ, PCOD અને PCOS જેવી મહિલાઓની ગંભીર શારીરિક સમસ્યાઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ ઉપરાંત ૪૦ વર્ષની ઉંમર પછી મહિલાઓ માટે જરૂરી વિવિધ હેલ્થ ટેસ્ટ અને કિશોરીઓ-તરુણીઓને આપવામાં આવતી મહત્વપૂર્ણ રસીઓ વિશે માહિતી આપીને મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બનવા પ્રેરણા આપી હતી.

આ જાગૃતિ શિબિરમાં ઉપસ્થિત તમામ મહિલાઓએ આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાણકારી મેળવી ખુશી વ્યક્ત કરી હતી.

​આ શિબિરમાં ઇનરવ્હીલ ડાઉન ટાઉન આણંદના પ્રેસિડેન્ટ શ્રીમતી હેમાબેન પટેલ, પી.પી. શ્રીમતી નેહાબેન દોશી, ISO શ્રીમતી મનીષાબેન શાહ તેમજ સ્થાનિક કોર્પોરેટર શ્રીમતી મયુરીબેન પટેલ સહિત ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથની ૮૦ જેટલી મહિલાઓએ આ કાર્યક્રમનો પ્રત્યક્ષ લાભ લીધો હતો.