આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ

Publish Date : 28/10/2026

તા.02 થી 04 નવેમ્બર સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

આણંદ, મંગળવાર ,એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગીના નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE (મોટરસાયકલ) ની NEW SERIES – GJ23-EP-0001 થી 9999 શરૂ કરવામાં આવી છે.

પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ONLINE http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે.

તા.૦૨/૧૧/૨૦૨૬ ના રોજ સમય ૪:૦૦ PM થી તા.૦૪/૧૧/૨૦૨૬ ના રોજ સમય ૪:૦૦ PM સુધીના દિવસો દરમિયાન AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. ત્યારબાદ તા.૦૪/૧૧/૨૦૨૬ ના રોજ સમય ૪-૦૦  PM થી તા.૦૬/૧૧/૨૦૨૬ ના રોજ સમય ૪-૦૦ PM સુધીમાં AUCTION નું Bidding કરવાનું રહેશે.

વધુમાં વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. જે અરજદારે ખરીદી સમયથી સાત (૭) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવા જ અરજદારો AUCTION માં ભાગ લઇ શકશે, તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આણંદ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.