બોરસદના નાની શેરડી ખાતે તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી કરાઈ

Publish Date : 26/10/2026
બોરસદના નાની શેરડી ખાતે તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી કરાઈ

કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે ૧ હેક્ટરમાં મિયાવાકી પદ્ધતિથી તૈયાર થનાર ‘વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું

નાની શેરડી ગામે એક પેડ માં કે નામ ૩.૦ અંતર્ગત મહાનુભાવો દ્વારા એકસાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

આણંદ, શુક્રવાર , રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં બોરસદ તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવની નાની શેરડી સ્થિત શ્રી ચંદ્રિકા ભવાની માતાજી મંદિરના પરિસરમાં ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ રેન્જ, બોરસદના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમના ભાગરૂપે એક પેડ માં કે નામ ૩.૦ અભિયાન અંતર્ગત મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ, તેમજ મિયાંવાકી પદ્ધતીથી તૈયાર થનાર વન કવચનું ખાતુમુહુર્ત કરવામા આવ્યુ હતુ. 

આ તકે મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ પર્યાવરણના જતન માટે વૃક્ષો આપણા જીવનનું અભિન્ન અંગ છે તેમ જણાવ્યું હતું. તેમણે વન મહોત્સવ વિશે જણાવતા કહ્યું હતું કે વર્ષ ૧૯૫૦માં કનૈયાલાલ મુનશી દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘એક પેડ માં કે નામ’ અને ‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’ તેમજ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને ચરિતાર્થ કરી દરેક નાગરિકે વૃક્ષો વાવીને તેનું ઉછેર કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમના પ્રારંભમાં મંત્રીશ્રીએ નાની શેરડી સ્થિત શ્રી ચંદ્રિકા ભવાની માતાજી મંદિરમાં જઈ માતાજીના દર્શન કર્યા હતાં. કાર્યક્રમના ભાગરૂપે નાની શેરડી ગામના તળાવ પાસેના ૧ હેક્ટર વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી નિર્માણાધીન વન કવચ વિસ્તારમાં મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એક પેડ માં કે નામ ૩.૦ અંતર્ગત વૃક્ષારોપણ કરી ‘વન કવચ’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં વન વિભાગના આર.એફ.ઓ. (RFO) કે. એમ. ત્રામાટા દ્વારા ઉપસ્થિત સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. તેમણે ‘વન કવચ’ અંતર્ગત ૫,૦૦૦ મોટી જાતના વૃક્ષો, ૨,૫00 ઔષધીય વૃક્ષો અને ૨,૫00 ફળના રોપાઓ મળી કુલ કુલ ૧૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરાશે તેમ જણાવ્યુ હતુ. તેમણે વનકવચમાં આકર્ષક પ્રવેશદ્વાર, બાળકો માટે લપસણી-હીંચકા સહિતના સાધનો અને વન કુટીર જેવી સુવિધાઓ વિકસાવવાનું આયોજન હોવાનુ વધુમાં ઉમેર્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી અશોકભાઈ મહીડા, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.