પેટલાદ વિધાનસભા મત વિસ્તારમાં રૂા.૨૭૯.૬૦ લાખના ખર્ચે માર્ગોનું નવિનીકરણ: નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
બોરસદ તાલુકાના દાંડી માર્ગથી ધોબીકુઈ અને સુરકુવાને જોડતા માર્ગોના સરફેસીંગના કામોનો પ્રારંભ
આણંદ, શુક્રવાર, રાજ્યના ગામડાઓને શહેરો જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવાના સંકલ્પ સાથે બોરસદ તાલુકાના ધોબીકુઈ મુકામે માર્ગ નવિનીકરણના પ્રોજેક્ટનો પ્રારંભ નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.
બોરસદ તાલુકાના દાંડી માર્ગ થી ધોબીકુઈ અને ધોબીકુઈ થી સુરકવાઆ વિસ્તારના નાગરિકો માટે પરિવહન સુવિધા વધુ સારી બનાવવાના હેતુથી અંદાજે રૂા. ૨૭૯.૬૦ લાખના ખર્ચે માર્ગોના સરફેસીંગના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
“સુગમ માર્ગ, સમૃદ્ધ વિકાસ”ના મંત્રને સાર્થક કરતા આ કાર્યક્રમમાં મંત્રી શ્રી કમલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે સતત કાર્યરત છે. આ માર્ગ મુખ્યત્વે બોરસદ તાલુકાના દાંડી માર્ગથી ધોબીકુઈ ગામને જોડતા રસ્તા તેમજ ધોબીકુઈથી સુરકુવા સુધીના માર્ગના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. અંદાજે ૨.૮૦ કરોડ જેટલી માતબર રકમના ખર્ચે થનાર આ સરફેસીંગ કામગીરીને કારણે ગ્રામીણ રસ્તાઓ વધુ સુગમ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનશે. આ રસ્તો બનવાથી ગામના સ્થાનિક લોકોને પરિવહન માટે મજબૂત માળખું ઉપલબ્ધ થશે.
મંત્રી શ્રી એ વધુમાં કહ્યું કે ગુજરાતના ગામોના રસ્તાઓ સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે તે વાતનો પુનરોચ્ચાર આ પ્રસંગે કર્યો હતો.
આ ખાતમુહૂર્ત પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.