ઉમરેઠ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયો ‘તાલુકા સ્વાગત’ કાર્યક્રમ
૧૦ અરજદારોના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ
આણંદ, ગુરૂવાર , સરકારના પ્રજાલક્ષી અભિગમ અંતર્ગત રાજ્યમાં પ્રતિમાસ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં ઓક્ટોબર માસનો ‘તાલુકા સ્વાગત’ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે યોજાયો હતો.
ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતો કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૧૨ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી પંચાયત, નગરપાલિકા અને ગ્રામપંચાયતને લગતા ૧૦ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. બાકી રહેલા ૨ પ્રશ્નોને પ્રક્રિયા હેઠળ રાખી આગામી સમયમાં તેનો ત્વરિત ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયો ‘તાલુકા સ્વાગત’ કાર્યક્રમ

ઉમરેઠ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયો ‘તાલુકા સ્વાગત’ કાર્યક્રમ