બાગાયત ખાતાની કેળ ટીશ્યુ અને કેળ ઉત્પાદકતા સહાય યોજના અંતર્ગત પૂર્વમંજૂરી મેળવેલ આણંદ જિલ્લાના ખેડૂતો જોગ

Publish Date : 23/10/2026

અરજદાર ખેડૂતોને તા. ૩૦મી નવેમ્બર સુધીમાં સાધનિક કાગળો ઓનલાઇન અપલોડ કરવા અનુરોધ

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા એક યાદીમાં જિલ્લામાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત ખાતા હેઠળની કેળ ટીશ્યુ તથા કેળ ટીશ્યુ ફળ ઉત્પાદકતા ઘટક અંતર્ગત સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી પૂર્વમંજૂરી મેળવેલ તમામ અરજદાર ખેડૂત ભાઈઓ માટે કેળ ટીશ્યુની ખરીદી કે વાવેતર પૂર્ણ કર્યા બાદ તેના બિલ તથા જરૂરી સાધનિક કાગળો આગામી તા. ૩૦મી નવેમ્બર સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવા અંગે અનુરોધ કરાયો છે.

વધુમાં જે અરજદાર ખેડૂતોના જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરવાના બાકી હોય તેઓએ તા. ૩૦/૧૧/૨૦૨૬ સુધીમાં અચૂકપણે પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરી દેવા જણાવાયુ છે. તેમજ જો નિર્ધારિત સમયમર્યાદામાં કાગળો અપલોડ કરવામાં નહીં આવે, તો સંબંધિત અરજી સહાય ચૂકવણી માટે ધ્યાને લેવામાં આવશે નહીં તથા તે અંગેની કોઈપણ વહીવટી કાર્યવાહી કરવામાં આવશે નહીં, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અરજદારની રહેશે તેમ આણંદના નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.