આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Publish Date : 22/10/2026
આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત ૧૦ અરજદારોના પ્રશ્નોનું કરાયું નિરાકરણ

આણંદ, બુધવાર , રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને હકારાત્મક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર રાજ્યમાં પ્રતિમાસ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે. ગુજરાતમાં યોજાઈ રહેલા આ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ થયું છે.

‘જિલ્લા સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં ઓક્ટોબર માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, આણંદના સભાખંડ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારો દ્વારા કરવામાં આવેલ વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના – માર્ગદર્શન આપી અરજદારોના પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવ્યું હતુ. જેના પરિણામે કુલ ૧૧ પ્રશ્નો પૈકી ૧૦ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યુ હતુ, જ્યારે એક પ્રશ્ન પડતર રાખવામાં આવ્યો હતો જેનુ આગામી સમયમાં નિવારણ કરવામા આવશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી લલીતકુમાર પટેલ, અધિક કલેક્ટરશ્રી રાહુલ ગમારા, મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારીશ્રી અંજલી ઠાકુર, નાયબ મ્યુ.કમિશ્નરશ્રી સંગાડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.