આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
અધિકારીઓને પ્રો-એક્ટિવલી પ્રજાના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તાકીદ કરાઈ
આણંદ, શનિવાર, આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ નાગરિકોની સુખાકારી સાથે જોડાયેલા અનેક મહત્વના વિષયો અને કામગીરી વિશે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં આયોજનમાં મંજૂર થયેલ તમામ પ્રજાલક્ષી કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગે, સરકારી લેણાની વસુલાત અંગે, પડતર અરજીઓના વહેલી તકે નિકાલ કરવા અંગે, તાબાની કચેરીઓનુ નિરિક્ષણ અને સ્વચ્છતાના માપદંડોનુ સુચારૂ પાલન થાય તે સહિતની વિવિધ વિભાગોને સ્પર્શતી બાબતો અને પ્રજાલક્ષી પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને પ્રો-એક્ટિવલી અને સમય મર્યાદામાં પ્રજાના કામો પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શ્રમ વિભાગને લગતા પ્રશ્નો, સિંચાઈ અને વીજવિભાગને સબંધિત રજુઆતો, ખાણ ખનીજ અને માર્ગ સુરક્ષા અંગે સ્પીડ બ્રેકર તથા પેચવર્કની કામગીરી ઉપરાંત જિલ્લામાં તમામ ખાણીપીણીના એકમો ખાતે ડ્રાઇવ કરી તપાસ હાથ ધરવા સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ અધિકારીઓને પોતાની કચેરી અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાનુ ચુસ્ત પાલન કરવા, જૂના સરકારી વાહનોનો સમયસર નિકાલ કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જીલુભા સિંધા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી લલિત કુમાર પટેલ, અધિક કલેકટરશ્રી રાહુલ ગમારા, મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારીશ્રી અંજલી ઠાકુર, નાયબ વન સંરક્ષકશ્રી, ગ્રામ વિકાસ એજેન્સીના નિયામકશ્રી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ