ગુજરાતમાં ૧૦૧ નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો પ્રારંભ: આણંદ જિલ્લામાં ખંભાત ખાતે નવું કેન્દ્ર કાર્યરત થયું

Publish Date : 17/10/2026
ગુજરાતમાં ૧૦૧ નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો પ્રારંભ: આણંદ જિલ્લામાં ખંભાત ખાતે નવું કેન્દ્ર કાર્યરત થયું

શ્રમિકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવા રાજ્ય સરકારની મોટી પહેલ: આણંદ જિલ્લામાં ભોજન કેન્દ્રોની સંખ્યા 07 પર પહોંચી

ખંભાતના ગવારા ટાવર પાસે તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે નવા કેન્દ્રનું ઉદઘાટન

આણંદ, શુક્રવાર,  ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમજીવીઓના કલ્યાણ અને તેમને પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી અમલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો આજે રાજ્યવ્યાપી વિસ્તાર કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આજે કુલ ૧૦૧ નવા કેન્દ્રોના ઉદઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ ખંભાત ખાતે 01 નવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક બાંધકામ શ્રમિકોને નજીવા દરે ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ થશે.

આણંદ જિલ્લાના ખંભાત ખાતે પોલીસ ચોકીની સામે અને ગવારા ટાવર બજાર પાસે આ નવા કેન્દ્રનું ઉદઘાટન ખંભાત તાલુકા પંચાયતના પ્રમુખ મંગળભાઇ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ શ્રમિકોને અપાતા ભોજનની ગુણવત્તા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી આ યોજનાને શ્રમજીવીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી અને રાજ્ય સરકારના આ શ્રમિકલક્ષી અભિગમની પ્રશંસા કરી હતી અને શ્રમિકોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આણંદ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના વ્યાપ અંગે વિગતો આપતા નિરિક્ષકશ્રી,ગુજરાત મકાન અને અન્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ, આણંદના શ્રી પ્રકાશભાઈ નીનામાએ કહ્યું  કે, ખંભાતના આ નવા કેન્દ્રની સાથે હવે જિલ્લામાં કુલ કેન્દ્રોની સંખ્યા 07 પર પહોંચી છે. જિલ્લામાં શ્રમિકોની સુવિધા માટે આણંદ શહેરમાં 04 કેન્દ્રો, બોરસદમાં 01 કેન્દ્ર, તારાપુરમાં 01 કેન્દ્ર અને હવે ખંભાત ખાતે 01 નવું કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આ તમામ કેન્દ્રો દ્વારા બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકોને તેમના કાર્યસ્થળની નજીક જ પોષણયુક્ત આહાર પૂરો પાડવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આ યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીઓને ખૂબ જ રાહત દરે શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે, જે તેમના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતામાં વધારો કરે છે. ખંભાત ખાતે શરૂ થયેલા આ નવા કેન્દ્રથી સ્થાનિક વિસ્તારમાં કામ કરતા સેંકડો શ્રમિકોને સીધો લાભ મળશે.

આ પ્રસંગે આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન જયેશભાઇ ટંકર,આચાર્યશ્રી,ખંભાત આઇ.ટી.આઇ, આઇ.ટી.આઇ ઇન્સ્ટ્રકટર ખંભાત તથા પ્રોજેક્ટ મેનેજરશ્રી BOCW, ખંભાત તાલુકાના અગ્રણીઓ, નગરજનો અને શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.