આણંદ જિલ્લાના વિવિધ વાઈટલ, સેન્સિટીવ એરિયા અને મહત્વના સરકારી સ્થાપનોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરાયા

Publish Date : 16/10/2026

આણંદ, ગરૂવાર , આણંદ જિલ્લામાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણીને ધ્યાને રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ ગમારા દ્વારા તેઓને મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જિલ્લાના વિવિધ વાઈટલ એરિયા, સેન્સિટીવ એરિયા અને મહત્વના સરકારી સ્થાપનોને ‘નો ડ્રોન ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ આદેશ મુજબ જિલ્લાના નિર્ધારિત વિસ્તારોમાં માનવરહિત આકાશી વાહનો એટલે કે યુએવી (UAV) જેમાં રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન, એરિયલ મિસાઈલ, હેલિકોપ્ટર, રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ, એરક્રાફ્ટ કે પેરાગ્લાઈડર જેવા સંસાધનોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જાહેરનામામાં અનુસૂચિ નં.૧ માં જિલ્લાના વાઈટલ એરીયા, અનુસૂચિ નં.૨ માં જિલ્લાના સેન્સેટીવ એરીયા, અનુસૂચિ નં.૩ માં જિલ્લાના મહત્વના સરકારી સ્થાપનોની માહિતી તથા અનુસૂચિ નં.૪ માં સુરક્ષા સંવેદનશીલ સ્થળોની માહિતી આપવામાં આવી છે. તમામ અનુસૂચિ નં.૧ થી ૪ માં જણાવેલ સ્થળોએ ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

જાહેરનામાની અનુસૂચિ નં. ૧માં જણાવેલ વાઈટલ એરીયામાં આણંદ અમુલ ડેરી, આણંદ સ્વીચીંગ સેન્ટર (આણંદ ગ્રીડ), આણંદ હેડ પોસ્ટ ઓફીસ, મેઘવા એમ.ઓ.વી. વાલ્વ આઈ.ઓસી., સામરખા સબ વીજ સ્ટેશન ૬૬ કે.વી. એમ.જી.વી.સી.એલ., ૨૨૦ કે.વી. કરમસદ સબ સ્ટેશન, ૬૬ કે.વી. વિ.વિ.નગર સબ સ્ટેશન, મોગરી એમ.જી.વી.સી.એલ. બાજુમાં ૬૬ કે.વી. વિ.યુ.નગર સબ સ્ટેશન, મહીસાગર નદી રેલ્વે બ્રિજ, મહીસાગર નદી, IHB Limited આંકલાવડી kandla-gorakpur pipeline KGPL સર્વે નં. ૭૪૫ નો ૨૫૦૦ ચો.મીટર., જી.આર.આઈ.ડી સબ સ્ટેશન ગોપાલપુરા, જી.આર.આઈ.ડી સબ સ્ટેશન મોગર, જી.આર.આઈ.ડી સબ સ્ટેશન વાસદ, ભારત-ઓમાન રીફાઇનરીઝ લીમી. ઇન્ટરમીડીયેટ પંપીંગ સ્ટેશન (આઈ.પી.એસ.), GETCO સબ સ્ટેશન સુરેલી, ગ્રીડ સબ સ્ટેશન જી.ઈ.બી. પેટલાદ, IHB Limited Ahmedabad દ્વારા એલ.પી.જી પાઇપલાઇન KGPL (kandla-gorakpur pipeline) સુંદરણા-દાવલપુરા રોડ શાહપુર સર્વે નં. ૨૪૪ નો ૨૫૦૦ ચો.મીટર વિસ્તાર, IHB Limited Ahmedabad દ્વારા એલ.પી.જી પાઇપલાઇન KGPL (kandla-gorakpur pipeline) માણેજ-માનપુરા રોડ માણેજ સર્વે નં. ૬૮૭ નો ૨૫૦૦ ચો.મીટર વિસ્તાર, ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમીટેડ અમદાવાદ મુ.સંજયા તા.પેટલાદ સર્વે નં. ૪૯૪, ૪૯૫ નો ૧૬૪૫ ચો.મીટર વિસ્તાર, કાસોર જી.ઈ.બી સબ સ્ટેશન તા.સોજીત્રા, બોરસદ સબ વીજ સ્ટેશન ૬૬ કે.વી. વાસદ ચોકડી બોરસદ, ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમીટેડ પાઇપલાઇન કોયલી-વિરમગામ પ્રોજેક્ટ ઓપરેટીંગ વાલ્વ સ્ટેશન આસોદર સીમ સર્વે નંબર ૧૩૮૨ કુલ ક્ષેત્રફળ ૪૪૨૫ પૈકી ૧૩૩ ચો.મીટર વિસ્તાર, ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમીટેડ પાઇપલાઇન કોયલી-વિરમગામ પ્રોજેક્ટ ઓપરેટીંગ વાલ્વ સ્ટેશન આમરોલ સીમ સર્વે નંબર ૯૪૮ કુલ ક્ષેત્રફળ ૮૭૨૬ પૈકી ૧૨૭૦ ચો.મીટર વિસ્તાર, ઓ.એન.જી.સી આંકલાવ અર્લીપ્રોડક્શન સીસ્ટમ વાલવોડ, GETCO 66-KV CAMBAY SUB STATION KHAMBHAT તથા ધુવારણ થર્મલ પાવર સ્ટેશન તથા ONGC, GGS કઠાણા સ્ટેશન વિસ્તારોને નો ડ્રોન ઝોન જાહેર કરાયા છે.

જાહેરનામાં જણાવેલ અનુસૂચિ નં. ૨ જેમાં સેન્સિટીવ એરીયાની માહિતી દર્શાવેલ છે તેમાં અહિમા પોઈંચા બ્રીજ મહીસાગર નદી, ૬૬ કે.વી. સબ સ્ટેશન પેટલાદ તથા ટેલી કોમ્યુનીકેશન એક્સચેન્જ ઓફિસ પેટલાદ અંગે જણાવાયુ છે. તેજ રીતે અનુસૂચિ નં. ૩ જેમાં મહત્વના સરકારી સ્થાપનોની માહિતી આપેલ છે તેમાં જિલ્લા કલેક્ટરશ્રીની ઓફિસ (નવુ જિલ્લા સેવા સદન, આણંદ), પોલીસ અધિક્ષકશ્રીની કચેરી આણંદ, ઉમરેઠ પોલીસ સ્ટેશન, ઉમરેઠ નગરપાલિકા કચેરી, ઉમરેઠ કોર્ટ સંકુલ, તાલુકા પંચાયત કચેરી ઉમરેઠ, મામલતદાર કચેરી ઉમરેઠ, રેલ્વે સ્ટેશન ઉમરેઠ, ફાયરબ્રિગેડ અને ઉમરેઠ એસ.ટી. સ્ટેન્ડ, તેમજ અનુસૂચિ નં. ૪ એટલે કે સુરક્ષા સંવેદનશીલ સ્થળોમાં આણંદ ખેતીવાડી હેલીપેડ ગ્રાઉન્ડ, જીટોડીયા ડિસ્ટ્રીક કોર્ટ, નાવલી એન.સી.સી. એકેડમી, બાલ અમુલ ચોકલેટ પ્લાન્ટ મોગર, GETCO સબ સ્ટેશન ઉમરેઠ તથા GETCO સબ સ્ટેશન સુરેલી સહિતના વિસ્તારોને નો ડ્રોન ઝોન જાહેર કરાયા છે.

આ જાહેરનામુ આગામી તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રે ૨૪:૦૦ કલાક સુધી સમગ્ર આણંદ જિલ્લામાં અમલી રહેશે. સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.